એસ ટી બસના જુના રૂટો ફરી શરૂ કરવાની ઉપસરપંચની માંગ…
ઊના – ગીરગઢડા તાલુકાના મોટા સમઢીયાળા ગામે હાઇવે રોડ પસાર થતો હોય છેલ્લા ઘણા વર્ષાથી ચાલતા એસ ટી બસના જુના રૂટો બંધ કરી દેવાતા લોકોમાં ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. અને આ રૂટ પર માત્ર એકજ એસ ટી બસ ચાલુ છે. જેના કારણે આ વિસ્તારના લોકોને એસ ટી બસની સમયસર સુવિધા ન મળતા ભારે રોષ ફેલાયેલ છે. આથી જુના તમામ રૂટો ફરી ચાલુ કરવામાં આવો તેવી ગ્રામજનો, ઉપસરપંચ પ્રફુલ્લભાઇ કોરાંટે ઉના એસ ટી ડેપો મેનેજરને લેખિત રજુઆત કરી હતી.
સમઢીયાળામાં વર્ષોથી ચાલતા રૂટ બંધ કરી દેવાયા તે તમામ રૂટો ઊના થી સોનારીયા નાઇટ હોલ્ટ સાંજે ૭ કલાકે રીર્ટન રૂટ સોનારીયા થી ઉના ૬ કલાકે સવારે, સાવરકુંડલા થી ઉના સવારે ૮ કલાકે રીર્ટન રૂટ અમરેલી થી ઉના રાત્રે ૮ કલાકે, ઉના થી ખાંભા સવારે ૧૦ કલાકે રીર્ટનરૂટ, ખાંભા થી ઉના બપોર ૧ કલાકે, કોબ થી મહુવા ઇન્ટરસીટી ૬ કલાકે રીર્ટનરૂટ, મહુવાથી કોબ સાંજે ૬ કલાકે આ તમામ રૂટો ફરી ચાલુ કરી લોકોને સુવિધા પુરી પાડવા માંગણી કરેલ છે. અને આ રૂટોમાં મુસાફરોની ટ્રાફીક પણ સુવ્યવસ્થિત મળી રહેતો પરંતુ કોઇ કારણસર એસ. ટી.ના રૂટ ડાયવટ કરી દિધેલા છે. જે સત્વરે ચાલુ કરવા મોટા સમઢીયાળા ગામ ઉગમણા પડાપાદર ગામને સુવિધા મળે તે માટે ચાલુ કરવા માંગણી કરેલ છે. ઉપસરપંચ પ્રફુલભાઇ કોરાટે એસ ટી ડેપોના મેનેજરને રજુઆત કરતા ડેપો મેનેજરે જણાવેલ કે સ્ટાફની ઘટ હોવાના કારણે સમસ્યા ઉભી થયેલ..
