Gujarat

ગીરગઢડાના શાણાવાંકિયા ગામમાં હિન્દુ ધર્મ છોડી બોધ્ધ ધર્મની દિક્ષા લીધી.

સૌરાષ્ટ્ર ઝોન માંથી 900થી વધુંએ ડો.બાબા સાહેબના આંબેડકરના અનુયાયીઓએ બોદ્ધ દિક્ષા ગ્રહણ કરી.

 

ઊના – ગુજરાત પ્રદેશ દ્વારા ગીરગઢડાના શાણાવાંકિયા ગામ ખાતે આવેલ શાણા બૌદ્ધ વિરાસત ખાતે સૌરાષ્ટ્ર ઝોનના અલગ અલગ જિલ્લાઓના લોકોનો બૌદ્ધ દીક્ષા ગ્રહણ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૯૦૦ થી વધુ લોકોએ હિન્દુ ધર્મ છોડી બોધ્ધ ધર્મની દિક્ષા લીધી હતી.

 

શાણાવાંકિયા ગામે ૯૦૦ થી વધુ હિન્દુ ધર્મના લોકોએ હિન્દુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મની દીક્ષા ગ્રહણ કરી હતી. ધ ગ્રેટ અશોકા બૌદ્ધ વિહાર પોરબંદરના ભત્તે પ્રજ્ઞારત્ન થેરો દ્વારા સૈરાષ્ટ્રના ગીરસોમનાથ ૩૦૦, અમરેલી જીલ્લામાંથી ૪૦૦ તેમજ અલગ અલગ તાલુકા અને ગામો માંથી ૯૦૦ થી વધુ લોકોને બૌદ્ધ ધર્મની દીક્ષા આપવામાં આવી. આ કાર્યક્રમમાં મિશન જય ભીમ ગુજરાત પ્રદેશના પ્રચારક જે જે જોગદિયા, એમ.એન.વાઘેલા તેમજ ડોકટર યોગેશ નેત્રક, એડવોકેટ અજમલભાઈ સોલંકી, પ્રોફેસર પી.પી.રાઠોડ, પી.એલ. રાઠોડ તેમજ જાપાનથી ભન્તે શેનસૂઈ તેરેસાવા ઉપસ્થિત રહ્યા હતા. અશોક વિજયા દશમીના દિવસે અખંડ ભારતના જનક સમ્રાટ અશોકે પણ હિંસાનો માર્ગ ત્યાગી બૌદ્ધ દીક્ષા ગ્રહણ કરી હતી. આધુનિક ભારતમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ અને અન્ય શોષિત વર્ગના લોકો સાથે ધાર્મિક ભેદભાવ થવાના કારણે લોકો હિન્દુ ધર્મ છોડી રહ્યા છે. સમાનતા, બંધુતા અને ન્યાય માટે લોકો વિજ્ઞાન વાદી અને તર્કશીલ ધર્મ અપનાવી રહ્યાં છે. આમ શાણાવાંકિયામાં સૌરાષ્ટ્ર ઝોનના અલગ અલગ જીલ્લા માંથી 900થી વધું લોકો ડો.બાબા સાહેબના આંબેડકરના અનુયાયીઓએ બોદ્ધ દિક્ષા ગ્રહણ કરી હતી..

 

 

 

-સૌરાષ્ટ્ર-ઝોન-માંથી-900થી-વધું-ડો.બાબા-સાહેબના-આંબેડકર-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *