ઊના – ગીરગઢડામાં કોઇ અજાણી સ્ત્રીએ પોતાનું પાંચ માસનું ત્યજી દિધેલ ભ્રુણ બાળક મૃત હાલતમાં મળી આવતા ભ્રુણને સરકારી હોસ્પીટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવેલ. આ ભ્રુણ અજાણી સ્ત્રી પોતાનું પાપ છુપાવવા કૃત્ય કરતા આ અંગે ગીરગઢડા પોલીસમાં ફરીયાદ નોધી તપાસ હાથ ધરેલ છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ગીરગઢડામાં ગજાનંદ ચોક વિસ્તારમાં ગટર પાસે કોઇ અજાણી સ્ત્રી એ પોતાનું પાપ છુપાવવા પાંચ માસનું ત્યજી દિધેલ ભ્રુણ વહેલી સવારે મૃત હાલતમાં મૂકી દઇ નાશી છુટેલ હોય આ વિસ્તાર માંથી પસાર થતાં લોકોના નજરે પડતાજ આજુબાજુના લોકો મોટી સંખ્યામાં એકત્ર થઇ ગયેલા અને પોલીસ પણ સ્ટાફ સ્થળ પર પહોચી ગયેલ હતી. અને આ ત્યજી દીધેલ ભ્રુણને સરકારી હોસ્પીટલે પીએમ માટે ખસેડવામાં આવેલ અને અજાણી સ્ત્રી પોતાનું પાપ છુપાવી નાશી ગયેલ તેને ઝડપી પાડવા પોલીસે આગળની તપાસ હાથ ધરેલ આ અંગે ગામના સરપંચ કરશનભાઇ ઉર્ફે કશાભાઇ ભાણાભાઇ ભાલીયાએ અજાણી સ્ત્રી વિરૂધ ગીરગઢડા પોલીસે ફરીયાદ નોધાવતા પોલીસે તપાસ હાથ ધરેલ છે.
