ગીર નજીક આવેલા ગામોમાં વન્ય પ્રાણીઓના આટાફેરા સામાન્ય બની ગયા છે. ત્યારે રાત્રિના સમયે ગીરગઢડા જામવાળા રોડ પર સિંહ આવી ચઢતા પશુઓમાં અફડા તફડી મચી ગઈ હતી. અને સિંહે જાહેર માર્ગ પર એક ગાય અને વાછરડાને નિશાન બનાવી હુમલો કરી મિજબાની માંણી હતી.
ગીરગઢડાથી જામવાળા રોડ પર આવેલ ક્રિષ્ના એન્ટર પ્રાઇઝ નામની દુકાનની બહારના ભાગે મોડી રાત્રિના સમયે સિંહ શિકારની શોધમાં આવી જાહેર માર્ગ પર બે પશુઓના મરણ કરી મીજબાની માણી હતી જે મીજબાનીનો લાઇવ વીડિયો રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોએ સમગ્ર ઘટના મોબાઈલમાં કેદ કરી લીધેલ હોય જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ હતો. જેમાં પશુ તરફડી રહ્યું છે અને સિંહ પોતાની ભૂખની તરસ છિપાવી રહ્યો હોવાનો જોવા મળેલ..


