ઊના –ગીરગઢડા નજીક ગીરજંગલની મધ્યમાં પુરાણિક પાતાળેશ્વવર મંદીર આવેલ છે. અને આ મંદીર ખાતે વિશાળ સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈ-બહેનો મોટી સંખ્યામાં સૌરાષ્ટ્ર ભરનાં દર્શન માટે આવતાં હોય છે. તેને સમયસર દર્શન નો લાભ લઇ શકે અને વન્ય વિભાગ દ્વારા કૉઈ હેરાનગતી ન થાઈ તેવાં હેતું સાથે ધર્મપ્રેમી જનતાની લાગણી ને ધ્યાનમાં રાખીને ગીર જંગલ નાં અંદર આવેલ પુરાણીક પાતાળેશ્વર મહાદેવના મંદીરને તા. ૨૬ ફેબ્રુ. થી ૪ માર્ચ સુધી દર્શનાર્થીઓ માટે મંદિરના દર્શન માટે ખુલ્લું મુકવામાં આવશે. પાતાળેશ્વર મહાદેવના મંદીરના આશ્રમે આવતાં ધર્મપ્રેમી જનતા માટે ચા પાણી તેમજ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું મંદિરના મહંત પૂ.ધર્મદાસ ગુરૂ નિર્વાણ દાસ બાપુની યાદી જણાવેલ છે.


