ગીર સોમનાથ
ગીર જંગલ બોર્ડરની આસપાસનાં ગામોમાં ઘણી વખત સિંહ, દીપડા સહિતનાં વન્યપ્રાણીઓ આવી ચડતાં જાેવા મળે છે. એવી જ રીતે જિલ્લાના ગીર-ગઢડા તાલુકાના વડવિયાળા ગામમાં સિંહ આવી ચડ્યાની ઘટના સામે આવી છે. વડવિયાળા ગામમાં એક સિંહ આંટાફેરા મારી રહ્યો હતો. એ સમયે અમુક ગ્રામજનોના ધ્યાનમાં આવતાં ગામમાં સિંહ આવ્યો હોવાની વાત સમગ્ર ગામ અને બાદમાં પંથકમાં પ્રસરી ગઈ હતી. આ વાતને લઈ ગ્રામજનોમાં ફફડાટની લાગણી પ્રસરી ગઈ હતી. એ સમયે એક તરફથી બંધ શેરીમાં સિંહ પ્રવેશ્યા બાદ બહાર નીકળવા તરફ રસ્તામાં અમુક ગ્રામજનો એકત્ર થઈ ગયાં હતાં. ગ્રામડનો સિંહને ભગાડવા દેકારો કરી રહ્યાં હતાં. આમ પજવણી કરાતી હોવાથી સિંહ ગામમાંથી નાસી ગયો હતો. આ સમગ્ર ઘટના ગામના અમુક યુવાનોએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી, જેનો વીડિયો વાઇરલ થયો છે. તો ગામમાં જેટલો સમય સિંહ રહ્યો ત્યાં સુધી ગામ લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા. સિંહના ગયા બાદ ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટનાની જાણ થતાં વન વિભાગનો સ્ટાફ વડવિયાળા ગામે દોડી ગયો હતો.ગીર-સોમનાથ જિલ્લાના ગીર-ગઢડા તાલુકાના ઈકો સેન્સેટિવ ઝોનમાં આવતા વડવીયાળા ગામમાં એકાએક સિંહ ચડી આવી ચડતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. સિંહને ભગાડવા લોકોએ દેકારો શરૂ કર્યો હતો. સિંહની પજવણી કરતા હોવાનાં દૃશ્યો પણ સામે આવ્યાં હતાં. પજવણીથી સિંહ ગામમાંથી નાસી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં વન વિભાગનો સ્ટાફ ગામમાં દોડી આવ્યો હતો. જાેકે અડધા કલાક સુધી સિંહ ગામમાં રહ્યો ત્યાં સુધી ગ્રામજનોના જીવ પણ તાળવે ચોંટી ગયા હતા. આ સમગ્ર ઘટના ગ્રામજનોએ મોબાઈલમાં પણ કેદ કરી લીધી હતી.
