Gujarat

ગીર પંથકમાં ધમાકેદાર બેટીંગ ૫ ઇંચ વરસાદ ખાબક્યો રાવલ ડેમના ૪ દરવાજા ખોલાયા…. જશાધાર, ચિખલકુબા, ધોકડવા, નગડીયા ૨ ઇંચ…

ઊના – ઊના ગીરગઢડા પંથકમાં છેલ્લા ચારેક દિવસથી મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. ત્યારે આજે ગીર પંથકમાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતા મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરતા જંગલમાં ૫ ઇંચ ધોધમાર વરસાદ વરસતા ગીરપંથક પાણીમય બની ગયેલ. ભારે વરસાદના પગલે ગીર જંગલ માંથી પસાર થતી નદી-નાળાઓમાં પાણી વહેતા થવા લાગ્યા હતા. આ સીવાય ગીર નજીકના જશાધાર, ચિખલકુબા, ધોકડવા, નગડીયા સહીતના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ૨ ઇંચ વરસાદ વરસી ગયેલ હતો. અને ગામોમાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તેમજ ઊના ગીરગઢડામાં બપોર બાદ વરસાદી માહોલ વચ્ચે મેઘરાજા વરસે તેવી આંશાબંધાયેલ પરંતુ વરસાદી છાંટા સાથે ઠંડક પ્રસરી ગયેલ હતી.આ સીવાય ઊના ગીરગઢડા પંથકની તમામ નદીઓમાં બન્ને કાંઠે નદીઓ વહેતી થઇ હતી.

બોક્ષ્ – રાવલ ડેમ પર બે કલાકમાં ૩ ઇંચ ૪ દરવાજા ખોલાયા…

 

ગીર પંથકના ઉપરવાસમાં બપોર બાદ ૫ ઇંચ ધોધમાર વરસાદ વરસી ગયો હતો. ઉના ગીરગઢડાની જીવાદોરી સમાન રાવલ ડેમ પર ધોધમાર ૩ ઇંચ વરસાદ વરસતા ડેમમાં પાણીની આવક વધતા રાવલ ડેમના છ પૈકી ૪ દરવાજા એક-એક ફુટ ખોલવામાં આવ્યા છે. આમ કુલ ૪ દરવાજા ખૂલ્લા મુકાયેલ હોય જેનો પ્રતિ સેકન્ડ પાણીનો પ્રવાહ ૪૬૮૦ કુયુસેક પસાર થયો હતો. ડેમની ૧૪૮.૫૫૫.ઉડાઇ. ૧૮.૭૦ જીવંત જથ્થો હોય નદી કાંઠા વિસ્તારોના ગામોમે તંત્ર દ્રારા એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. મચ્છુન્દ્રી ડેમ ઓવરફ્લો થતાં ડેમ ઉપરથી ૦.૦૪ મી.પાણી પસાર થઇ રહ્યુ છે.

જશાધાર.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *