વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે ગીર સોમનાથ જિલ્લાની ચાર વિધાનસભા મતદાન વિભાગ માટે તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ ચૂંટણી થનાર છે. માન. મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી દ્વારા થયેલ સૂચના મુજબ કોઈપણ ચૂંટણી માટે મતદાન વિસ્તારમાં મતદાન પૂરૂં થવાના નિર્ધારિત કલાક સાથે પૂરા થતાં ૪૮ કલાકના સમયગાળા દરમ્યાન દારૂ કે તેના જેવા નશાકારક પદાર્થોના વેંચાણ ઉપર પ્રતિબંધ મૂકવા સૂચના થઈ આવેલ છે.
લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૧ની કલમ-૧૩૫(સી)ની જોગવાઈને ધ્યાને લઈને મતદારો નિર્ભયપણે મતદાન કરી શકે તે માટે દારૂ તથા નશાકારક ચીજોના વેંચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. રાજય તેમજ જિલ્લામાં તમામ વિધાનસભા મત વિભાગોના વિસ્તારમાં કોઈ હોટેલ, રેસ્ટોરન્ટ કે ક્લબ્સને દારૂ વેંચવાનું લાયસન્સ આપવામાં આવેલ હોય તો પણ ઉપર્યુકત સમયગાળા દરમ્યાન દારૂનું વેંચાણ કે વિતરણ કે ગ્રાહકોને દારૂ પીરસી શકાશે નહીં.
ઉકત બાબતે ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમ તબકકામાં મતદાન થનાર હોય, જેથી ડ્રાય ડેની અમલવારી મતદાન દિવસ માટે તા.ર૯/૧૧/૨૦૨૨ના સાંજના પ-૦૦ કલાક થી તા.૦૧/૧૨/૨૦૨૨ના સાંજના પ-૦૦ સુધી અને મતગણતરીનો દિવસ એટલે કે, તા.૦૮/૧૨/૨૦૨૨નો દિવસ (આખો દિવસ) દરમ્યાન રહેશે તેમ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આર.જી.ગોહીલ દ્વારા જણાવાયું છે.
