Gujarat

ગીર સોમનાથમા વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમમા ભાગ લેવા અરજીઓ મંગાવાઇ  ૧૫ થી ૩૫ વર્ષના યુવક-યુવતીઓ (જનરલ) વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમમા ભાગ લઈ શકશે 

  ગિરગઢડા
  ભરત ગંગદેવ
રાજયના ૧૫ થી ૩૫ વર્ષના યુવક- યુવતીઓ (જનરલ) નૈસર્ગિક દર્શન દ્વારા વન્ય પશુ-પક્ષીઓ વૃક્ષો, પહાડો, ખડક, ઝરણા, કોતરો, વગેરેનો પ્રત્યક્ષ પરિચય કેળવે તથા તેઓમાં પ્રકૃતિ પ્રતયે પ્રેમ ભાવ વિકસે તે હેતુ રાજય સરકાર દ્વારા ૧૦ દિવસના વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવનાર છે. ૧૫ થી ૩૫ વર્ષના યુવક-યુવતીઓ (જનરલ) માટે વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ’’ ચાલુ વર્ષે ઓકટોબર-૨૦૨૨ માં ગીર સોમનાથ ખાતે આયોજીત થનાર આ કાર્યક્રમમાં પસંદગી પામેલ ૧૦૦ યુવક યુવતિઓને ૧૦ દિવસના આ કાર્યક્રમમાં ભાગ લેવાની તક આપવામાં આવશે. અન્વયે ઇચ્છુક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.
    જેમા જે યુવક- યુવતિઓ તા.૩૧/૧૨/૨૦૨૨ ની સ્થિતિએ ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા હોય અને આ કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છતા હોય તેઓએ નીચે જણાવેલ વિગતો સાથેની પોતાની અરજી જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી, ન્યુ કલેકટર ઓફિસ, રૂમ નં ૩૧૩,૩૧૪ બીજો માળ, ઇણાજ ખાતે તા.૨૦/૦૯/૨૦૨૨ સુધીમાં મોકલી આપવાની રહેશે.
     જેમા અરજીમાં પુરૂ નામ,સરનામું (આધાર કાર્ડ, રાજય, કેન્દ્ર સરકાર, શાળા, કોલેજ દ્વારા અપાયેલ  ફોટો સાથેના ઓળખકાર્ડની પ્રમાણીત નકલ , રહેઠાણના પુરાવા તરીકે રેશનકાર્ડ અથવા લાઇટ બીલ  અથવા ગેસ બીલ અથવા ટેલીફોન બીલની પ્રમાણીત નકલ સામેલ કરવી. તેમજ  જન્મ તારીખ (જન્મ તારીખના પ્રમાણપત્ર/ શાળા છોડયાના પ્રમાણપત્રની નકલ બિનચૂક સામેલ કરવી)તેમજ  શૈક્ષણિક લાયકાત/ વ્યવસાય અંગેની માહિતી. તેમજ પર્વતારોહણ, એન.સી.સી , એન.એસ.એસ કે સ્કાઉટ ગાઇડ, હોમગાર્ડઝ જેવી    પ્રવૃતિઓની શિબિરમાં તથા રમત ગમત પ્રવૃતિઓમાં ભાગ લીધેલ હોય તો તેની   વિગત તેમજ વાલીની સંમતી પત્ર તેમજ શારિરીક તદુરસ્તી ધરાવતા હોવાનું ડોકટરનું પ્રમાણપત્ર અને તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સહિતની અરજી કરવા જણાવવામાં  આવે છે.
      કાર્યક્રમ દરમ્યાન નિવાસ, ભોજન તથા કાર્યક્રમ સ્થળે આવવા જવાનો પ્રવાસ ખર્ચ તેમજ ભાગ લેવા બદલ પ્રમાણપત્ર રાજય સરકારશ્રી દ્વારા આપવામાં આવશે. અધુરી વિગતો વાળી અરજી ધ્યાને લેવામાં આવશે નહી. જેની ખાસ નોંધ લેવી. પસંદગી સમિતી દ્વારા યોગ્યતા ધરાવતા ૧૦૦ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. પસંદ થયેલ બાળકોને તેઓની પસંદગી અંગે જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરી, ગીર સોમનાથ મારફત ટેલીફોનિક જાણ કરવામાં આવશે. આ માટે કોઇ પત્ર વ્યવહાર કે વાદ-વિવાદ કરી શકાશે નહી.જિલ્લા યુવા વિકાસ અધિકારી ગીર સોમનાથની યાદીમા જણાવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *