ગિરગઢડા તા 8
ભરત ગંગદેવ.
જિલ્લા પુરવઠા અધિકારી ગીરસોમનાથની કચેરીનાં પત્ર નં.૫રવ/એન્ફો/આ.નં.૨૩૫૭/૨૦૨૧ તા.૦૯/૧૧/૨૦૨૧ તથા તા.૧૨/૦૫/૨૦૨૨ અન્વયે આ કચેરીનાં તા.૦૭/૦૯/૨૦૨૧નાં પત્ર નં. પુરવઠા/ઘઉં સીઝ/૭૯/૨૦૨૧ના પત્રમાં જણાવેલ વિગતે તા.૦૫/૦૯/૨૦૨૧નાં રોજ બીનવારસી શંકાસ્પદ ઘઉં/ચોખાનો જથ્થો સીઝ કરેલ હતો. સદરહુ જથ્થો સરકાર નાં નિયત જોગવાઈ મુજબ હાલનાં બજારભાવ પ્રમાણે કવોલિટી/કવોન્ટિટી ધ્યાને લઈ અપસેટ પ્રાઈઝ નક્કી કરી જાહેર હરાજીથી નિકાલ કરવાનો થાય છે.
જે મુજબ અપસેટ પ્રાઈઝ નકકી કરવાની સમિતી દવારા નકકી કરાયેલ અપસેટ પ્રાઈઝ નીચે મુજબ છે. ૧ મણ (૨૦ કિ.ગ્રા) ઘઉંની અપસેટ પ્રાઈઝ- રૂ.૨૬૦/-(અંદાજિત જથ્થો-૩૯૦૦ કિ.ગ્રા) ૧ મણ (૨૦ કિ.ગ્રા) ચોખાની અપસેટ પ્રાઈઝ- રૂ.૨૮૦/-(અંદાજિત જથ્થો-૧૫૫૦ કિ.ગ્રા) આ અપસેટ પ્રાઈઝથી ઓછી ન હોય તે રીતે વધુમાં વધુ રકમની બોલી બોલનાર પાર્ટીને સદરહુ જથ્થો સ૨કા૨ ની નિયત પદ્ધતિ મુજબ તેમજ સરકાર ની વધ–ઘટ મુજબનો સોંપવા જાહેર હરાજી ક૨વાની થાય છે.
જાહેર હરાજીની તારીખ :-૦૮-૦૬-૨૦૨૨
આ જાહેર હરાજીનું સ્થળ: સરકારી અનાજનું ગોડાઉન નિગમ (ગીરગઢડા રોડ, ઉના બાયપાસ પછી, મારૂતી જીનીંગ સામે) જાહે૨ હરાજીનો સમય :- સવારે ૧૧:૦૦ થી ૧૩:૦૦ (હરાજી પૂર્ણ થાય તે રીતે વહેલા અથવા પૂર્ણ થતાં સુધી) આ હરાજીમાં ભાગ લેવા ઈચ્છતા વેપારીઓએ ઉકત સ્થળે અને સમયે હાજર રહેવા જાણ કરવામાં આવે છે.
