Gujarat

ગીર-સોમનાથ જિલ્લામાં જિલ્લા કાનુની સત્તા મંડળ દ્વારા તા. ૧૨ માર્ચ નાં રોજ નેશનલ લોક અદાલત યોજાશે

 અહેવાલ સોની યોગેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ    *ગીર-સોમનાથ તા. -૧૭,* રાષ્ટ્રીય કાનુનિ સેવા સત્તા મંડળ દીલ્હી અને ગુજરાત રાજ્યનાં કાનુની સેવા સત્તા મંડળનાં આદેશ અને માર્ગદર્શન હેઠળ તા. ૧૨/૦૩/૨૦૨૨ નાં રોજ ગીર-સોમનાથ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા નેશનલ લોક અદાલત યોજાશે. ગીર-સોમનાથ જિલ્લામાં પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસનાં નિરાકરણ માટે આયોજીત નેશનલ લોક અદાલતમાં ચેક રિર્ટન, બેંક લેણાં, વાહન અકસ્માત, લેબર, વીજબીલ, પાણીબીલ, સર્વિસ મેટર, રેવન્યુ મેટર, લગ્ન સબંધિત કેસ, જમીન સંપાદનને લગતા કેસનો બન્ને પક્ષકારો વચ્ચે સમાધાનથી નિકાલ કરવામાં આવશે. જે પક્ષકારો કેસ મુકવા માંગતા હોય તેઓએ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ ડિસ્ટ્રીક્ટ કોર્ટ વેરાવળ અથવા ગીર-સોમનાથ જિલ્લાની તાલુકા કોર્ટમાં આવેલ તાલુકાનાં કાનુની સેવા સમિતિનો સંપર્ક સાધવા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ગીર-સોમનાથની યાદીમાં જણાવાયું હોવાનું પત્રકાર સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *