વધુમાં વધુ મહિલાઓ તથા ૧૮+ના યુવા મતદારયાદીમાં નોંધણી કરાવે તેવો જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા અનુરોધ
ગિરગઢડા
ભરત ગંગદેવ
નાયબ સચિવ ગાંધીનગરના તા:૧૯/૦૭/૨૦૨૨ના પત્રથી તા:૦૧/૧૦/૨૦૨૨ની લાયકાતની તારીખનાં સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણાના કાર્યક્રમ અન્વયે તા: ૨૧/૦૮/૨૦૨૨ (રવિવાર),તા: ૨૮/૦૮/૨૦૨૨ (રવિવાર) અને તા: ૦૪/૦૯/૨૦૨૨ (રવિવાર) તથા તા: ૧૧/૦૯/૨૦૨૨ (રવિવાર)ના દિવસોને ખાસ ઝુંબેશના દિવસો તરીકે યોજવા નક્કી કરવામાં આવેલ છે.
ગીર સોમનાથ જિલ્લામાં આ દિવસોએ તમામ નિયોજીત સ્થળોએ ERO કચેરી, AERO કચેરી, તમામ મતદાન મથકોએ સવારે ૧૦:૦૦ થી સાંજે ૦૫:૦૦ કલાકના સમયગાળા દરમ્યાન પદનામીત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહીને હક્ક-દાવા અને વાંધા અરજીઓ સ્વીકારશે.
ચૂંટણી પંચ દ્વારા મતદારો ઓનલાઇન સુવિધાનો લાભ મેળવી શકે તે હેતુથી NVSP અને વોટર હેલ્પ લાઇન એપ્લીકેશનનો ઉપયોગ કરી વધુમાં વધુ મતદારો ભાગ લે તે માટે તેમજ વધુમાં વધુ મહિલાઓ તથા ૧૮+ના મતદારો મતદારયાદીમાં નોંધણી કરાવે તેવો જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.
મતદારો વધુ વિગત માટે જિલ્લામાં કાર્યરત જિલ્લા કોન્ટેક્ટ સેન્ટર ટોલ ફ્રી નં- ૧૯૫૦ની સુવિધાનો ઉપયોગ કરી શકશે. આ તકે રાજકીય પક્ષના પ્રતિનિધિઓ, નાયબ જિલ્લા ચુંટણી અધિકારી જાની, તેમજ મીડીયા કર્મીઓ અને અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


