Gujarat

ગીર સોમનાથ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી: પ્રજાલક્ષી પ્રશ્નો ઉકેલવા કરાયો વિચાર વિમર્શ જિલ્લા કલેક્ટર  રાજદેવસિંહ ગોહીલે પ્રજાલક્ષી પ્રશ્નોનું નિરાકરણ લાવવા આપી સૂચના

     ગિરગઢડા તા 20
      ભરત ગંગદેવ.
  ગીર સોમનાથ જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક કલેક્ટર શ્રી રાજદેવસિંહ ગોહીલના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ બેઠકમાં કલેક્ટર  એ પ્રજાલક્ષી પ્રશ્નોનુ નિરાકરણ લાવવા માટે સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપી હતી.
      ઈણાજ ખાતેના જિલ્લા સેવા સદનમાં મળેલી બેઠકમાં ઉનાના ધારાસભ્ય  પૂંજાભાઈ વંશે જમીનની વારસાઈ એન્ટ્રી, વીજળી સહિતના પ્રશ્નોની રજૂઆત કરી હતી. તેમજ તાલાળાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડે તૌકતે વાવાજોડામાં ધરાશાયી થયેલા એક ખેડૂતના વૃક્ષોના નિકાલ માટેની રજૂઆત કરી હતી. આ સંદર્ભે કલેક્ટર  એ પશ્નોના હકારાત્મક ઉકેલ લાવવા માટે સૂચના આપી હતી.
      આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર  બી.વી. લિંબાસીયા, ઉનાના પ્રાંત અધિકારી  રાવલ, વેરાવળના પ્રાંત અધિકારી  સરયુબા જસરોટિયા સહિત સંકલન સમિતિ સભ્ય  અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20220219-WA0483.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *