ગિરગઢડા
ભરત ગંગદેવ
ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી ગુજરાતના પ્રવાસ દરમિયાન ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે પધાર્યા હતા. ભારત વર્ષના આસ્થા કેન્દ્ર શ્રી સોમનાથ મહાદેવના દર્શન-પૂજન બાદ તેઓ સોમનાથ હેલીપેડ ખાતેથી રાજકોટ તરફ જવા રવાના થયા હતા. હેલિપેડ ખાતે રાષ્ટ્રપતિ ને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિતના મહાનુભાવોએ ભાવસભર વિદાય આપી હતી.
આ વેળાએ પશુપાલન અને ગૌ સંવર્ધન રાજ્ય મંત્રી દેવાભાઈ માલમ, જિલ્લા પંચાયતના પ્રમુખ સુશ્રી રામીબેન વાજા, જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહિલ, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા સહિતના અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.


