Gujarat

ગીર સોમનાથ: ૮૦+ની વય ધરાવતા મતદારોએ પણ ઉમંગપૂર્વક કર્યુ મતદાન

ગીર સોમનાથ જિલ્લામાં લોકશાહીનો સ્તંભ વધુને વધુ મજબૂત બને તે માટે ૮૦+ની વય ધરાવતા મતદારોએ પણ ઉમંગપૂર્વક મતદાન કર્યું હતું. જિલ્લાના તાલાલા ખાતે ચંદુલાલભાઈ જોશી (ઉ.વ.૮૩) અને દિનકરરાય.બી.ભટ્ટ (ઉ.વ.૮૪) એ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી વયોવૃદ્ધ મતદારો માટે જિલ્લા ચૂંટણીતંત્ર તરફથી કરાયેલી સહાયકો ઉપરાંતની તમામ વ્યવસ્થાઓ માટે હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

વયોવૃદ્ધ મતદાર ચંદુલાલભાઈ જોશીએ ચૂંટણીને લોકશાહીનો અમૂલ્ય અવસર ગણાવી ઉત્સાહપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને નિષ્ઠાપૂર્વક સહાયક તરીકેની કામગીરી કરતા કર્મચારીઓનો પણ આભાર માની સમગ્ર ચૂંટણીપ્રક્રિયાનું સુવ્યવસ્થિત આયોજન કરવા માટે ચૂંટણીતંત્રના કાર્યને પણ બીરદાવ્યું હતું.

2-MATDAR-80-CHANDULAL-STORY-2.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *