ગાંધીધામ
શ્રી ચોધરી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ૧૯૮૫ થી લઈ ૧૯૮૯ દરમિયાન કચ્છમા ભયંકર દુષ્કાળની સ્થિતિ વખતે મુખ્યમંત્રી અમરસિંહભાઈએ કચ્છના અનેક ગામોમાં રાહત કામો, ઢોરવાડા, ગ્રામ્યવાસીઓને વેતન, મજૂરી તથા રાહતનું અનાજ પહોંચાડ્યું હતું. આ માનવતા વાદી કામગીરી બદલ હજુ પણ ગ્રામ્ય પ્રજા તેમને યાદ કરે છે. સમગ્ર ગુજરાતના લોકો માટે તેઓ સતત ચિંતિત રહ્યા હતા. ગાંધીધામ તાલુકા કોંગ્રેસના પ્રમુખ હાજી ગની માંજાેઠીયે શ્રી ચૌધરીની વિશીષ્ટ કામગીરી તથા ગરીબ પ્રજા માટેની લાગણીઓની કેટલાય સંજીવ પ્રસંગો યાદ કરી વંદના કરી કોંગ્રેસ અને ગ્રામ્ય પ્રજા માટેની કામગીરીનો ઉલ્લેખ કરી તેમની સેવાઓને યાદ કર્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ એસ.સી. ડીપાર્ટમેન્ટના કન્વીનર ગોવિંદ દનીચા, લક્ષ્મણ સેવાણી, ભુપેન્દ્ર ઠક્કર, રમેશભાઈ આહીર તેમજ અન્યોએ શ્રી અમરસિંહ ભાઈની ગુજરાત અને એસ.સી. એસ.ટી. સમાજ પ્રત્યેની સેવાઓ અંગે દ્રષ્ટાંતો આપી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સ્થાનિક કોંગ્રેસ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી અમરશીભાઈ ચૌધરીના જન્મદિવસ નિમિત્તે ગાંધી સમાધિ આદિપુર ખાતે પુષ્પાંજલિ અને ભાવ વંદના કાર્યક્રમનું આયોજન કોંગ્રેસ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.

