અમદવાદ
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ખાસ ગણાતા પાંચ હોદ્દેદારોના રાજીનામાં લઈ લેવામાં આવ્યા છે. જેમાંથી બે રાજકોટના છે. મહિલા આયોગના ચેરમેન લીલાબેન આંકોલિયા, ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, સંગીત નાટ્ય એકેડમીના ચેરમેન પંકજ ભટ્ટ અને બિનઅનામત નિગમના ચેરમેન વિમલ ઉપાધ્યાય સહિત પાંચ બોર્ડ નિગમના ચેરમેનના રાજીનામાં લઈ લેવામાં આવ્યા છે. હવે આ પદ પર આગામી દિવસોમાં નવી નિયુક્તિઓ થશે.ગુજરાત સરકાર હસ્તકના બોર્ડ- નિગમમાં નવી નિયુક્તિઓ કરવામાં આવશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષે વર્તમાન પાંચ બોર્ડ-નિગમના ચેરમેન, વાઈસ ચેરમેન સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ ચેરમેન-વાઈસ ચેરમેનના રિપોર્ટ કાર્ડ પણ મંગાવ્યા હતાં. જેમાંથી પાંચ બોર્ડ-નિગમના ચેરમેન-વાઈસ ચેરમેનના રાજીનામાં લઈ પણ લીધાં છે.


