અમદાવાદ
નવી શિક્ષણ નીતિ અંતર્ગત દરેક માધ્યમિક સ્કૂલમાં બાળકોની સ્કિલનો વિકાસ થાય તેવા કોર્સ શરૂ કરવાનું નક્કી કરાયું હતું, જે અંતર્ગત અમદાવાદમાં ૬૦ જેટલી સ્કૂલોમાં વ્યવસાયલક્ષી શિક્ષણ શરૂ કરવાનું જણાવ્યું હતું. શિક્ષણ વિભાગના પરિપત્ર બાદ પણ માત્ર ૨ સ્કૂલે વ્યવસાયલક્ષી શિક્ષણ શરૂ કરવાની મંજૂરી આપી છે. દરેક સ્કૂલ એવું માને છે કે, જાે પોતે વ્યવસાયલક્ષી શિક્ષણ શરૂ કરશે તો શિક્ષકની વ્યવસ્થા પણ પોતે જ કરવી પડશે. જ્યારે સરકાર દ્વારા આ મુદ્દે પણ વિચાર થયો છે. સ્કૂલો પર આર્થિક ભારણ પડશે નહીં, પરંતુ સ્કૂલોએ આ માટેની વ્યવસ્થા પોતાના કેમ્પસમાં કરવી જાેઈએ, આથી બાળકોને અભ્યાસની સાથે સ્કિલ આધારિત વિવિધ કોર્સની માહિતી પણ મળશે. ઉપરાંત સ્કૂલોમાં શરૂ થનારા કોર્સ વિદ્યાર્થીને ભવિષ્યમાં નોકરી માટે મદદરૂપ થશે, પરંતુ સ્કૂલો પોતાના સ્વાર્થ માટે આ કોર્સમાં જાેડાઈ રહી નથી.નવી શિક્ષણનીતિ અંતર્ગત ગુજરાતની સ્કૂલોના વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિ અને વારસાથી માહિતગાર થાય એ માટે તેમને નવા નવા વિષયો શીખવવામાં આવશે. અગાઉ ધોરણ ૬થી ૧૦ના વિદ્યાર્થીઓને વૈદિક ગણિત ભણાવવાની સરકારે જાહેરાત કરી હતી. ત્યારે આ વખતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨થી ધો.૧૧માં અને ૨૦૨૨-૨૩થી ધો.૧૨માં વૈકલ્પિક વિષય તરીકે રાજ્યની ૨૨૩ શાળામાં નવા વિષય દાખલ કરાશે. કુલ ૭ જેટલા નવા વિષયો દાખલ કરવાનો રાજ્ય સરકારે ર્નિણય કર્યો છે. શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ ટ્વીટ કરી આ માહિતી આપી છે. નવી શિક્ષણનીતિ અંતર્ગત ૨૦૨૨-૨૩થી સ્કૂલોમાં તબક્કાવાર બાળકોને વૈદિક ગણિત શીખવવાનો પ્રારંભ કરાશે. એ અંતર્ગત ૨૦૨૨-૨૩થી ધો.૬-૭-૯માં શરૂ કરાશે, ત્યાર બાદ ૨૦૨૩-૨૪થી ધો. ૮-૧૦માં શીખવાડાશે. આ ઉપરાંત જરૂર પ્રમાણે વિવિધ ધોરણોમાં બ્રિજ કોર્સ પણ શરૂ કરાશે, જેથી વિદ્યાર્થીઓને વૈદિક ગણિત શીખવામાં મુશ્કેલી પડે નહીં. સ્કૂલોનાં વિવિધ ધોરણોમાં તબક્કાવાર વૈદિક ગણિત શિખવાડાશે, જેનો આગામી શૈક્ષણિક સત્રથી અમલ કરાશે. પ્રથમ ધો. ૬-૭-૯માં અમલ કરાશે, સાથે જ ૨૦૨૨-૨૩માં ધો.૭ અને ૯માં બ્રિજ કોર્સ શરૂ કરાશે. ઉપરાંત અભ્યાસક્રમની તાલીમ જીસીઇઆરટી દ્વારા યોજાશે. કોરોનાને કારણે ગુજરાતમાં દોઢ વર્ષ પછી ઓફલાઇન સ્કૂલો શરૂ થઈ છે, જેની શિક્ષણ પર પણ અસર પડી છે. એમાં પણ ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવું પડ્યું હતું. જાેકે ચાલુ વર્ષે સ્કૂલો શરૂ થઈ ગઈ છે, પરંતુ ઝ્રમ્જીઈએ ૩૦ ટકા કોર્સ ઘટાડતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ ગુજરાત બોર્ડ સમક્ષ ૩૦ ટકા કોર્સ ઘટાડાની માગ કરી રહ્યા છે. જાેકે કોર્સ શિક્ષણ વિભાગે ઘટાડવાની સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી છે, જેને કારણે વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેનત કરવી પડશે અને પરિણામ પર પણ અસર પડી શકે છે.
