નડિયાદ
ગુજરાતનો સ્થાપના દિવસ, ગુજરાત રાજ્યને આંતરરાષ્ટ્રીય ફલક ઉપર લઈ જનારા, તેમજ દેશને આઝાદી અપાવનાર ગાંધીજી, અને સરદાર પટેલનુ જન્મસ્થાન નડિયાદ , આ બે સાવજાે થઈ ગયા. અને હાલમાં ગુજરાતના બે સાવજાે નરેન્દ્ર મોદી અને અમિત શાહ તેઓએ પણ આંતરરાષ્ટ્રીય ફલક ઉપર ગુજરાતી શાન વધારી છે. ત્યારે ગુજરાતના એક ગીત ખેડા જિલ્લાના વડામથક નડિયાદના જ્વલંત મહેતા કે જેઓએ ૧૯૮૪થી સંગીત ક્ષેત્રે પદાર્પણ કર્યું. નડિયાદના સંગીત પ્રેમી જ્વલંત મહેતાએ ૩૦ સેકન્ડની ઓડિયો-વીડિયો ડોક્યુમેન્ટરી બનાવી, ઓડિયો વિડીયો ગીતમા મહાત્મા ગાંધી, સરદાર પટેલ, નરેન્દ્ર મોદી અને અમિત શાહને સાંકળી લેવાયા છે. ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસની ઠેકઠેકાણે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે નડિયાદના સંગીત પ્રેમી લોકોએ પણ અનોખી રીતે ગુજરાતની સ્થાપના દિવસની ઉજવણી કરી છે. તબલા, પ્લેયર, વેસ્ટન એકોસ્ટિક ડ્રમ પ્લેયર, તેમજ એક સારા ગાયક તરીકે આંતરરાષ્ટ્રીય આર્ટિસ્ટ તરીકે પણ નામ કર્યું છે. તેવા જ્વલંત મહેતાને વિચાર આવ્યો કે પહેલી મે ગુજરાતના સ્થાપના દિવસે ઉપરોક્ત ૪ વ્યક્તિઓ માટે જે ગુજરાતનું ગૌરવ છે. જે સાવજ સમા છે. તેમના ઉપર ગીતની રચના કરી, ડાયરેક્શન આપી ,ગીત ઞાઇ અને ૩૦ સેકન્ડની ઓડિયો-વીડિયો ડોક્યુમેન્ટરી સાવજ ગુજરાતના, નડિયાદની પિયુષ રાણા ફિલ્મ સ્ટુડિયોમાં તૈયાર કરી છે. આમ ઓડિયો વિડીયો ગીત સાથે મહાત્મા ગાંધી, સરદાર પટેલ, નરેન્દ્ર ભાઈ મોદી અને અમિત શાહને સાંકળી લીધા છે.