*કોરાના કાલ બાદ આ વર્ષે પોષી પૂનમની ભવ્ય શોભાયાત્રા નીકળશે*
ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે પોષીપુનમ માઁ અંબાનો પ્રાગટ્ય દિન ની ઉજવણી કોરાના કાલ બાદ ભવ્ય રીતે થાશે કોરોના કાલ ના કારણે બે વર્ષ અમુક પ્રતિબંધ સાથે પોષી પૂનમ ઉજવવામાં હતી શોભાયાત્રા ની શરૂઆત સૌપ્રથમ ગબ્બર ખાતે થી જ્યોત સ્વરૂપે મા અંબાને લાવી શક્તિદ્વાર ખાતે મહાઆરતી ઉતારવામાં આવશે આ વર્ષે ભારે ધામધૂમ પૂર્વક પોષી પૂનમ ની ઉજવણી કરવામાં આવશે બે દિવસ શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન કરાશે ૨૧૦૦ કિલો સુખડી નો પ્રસાદ માઁ અંબા ના ભક્તો માટે શોભાયાત્રામાં વિતરિત કરાશે શોભાયાત્રા માં ૨૫ થી વધુ સાંસ્કૃતિક ઝાંખીઓ સામેલ થશે અને ઢોલ નગારા શરણાઈ હાથી ઘોડા અને મા અંબાની પાલખી નીકળશે અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ઇન્ચાર્જ વહીવટદાર શ્રી સાથે શ્રી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ ટ્રસ્ટ અંબાજી ની બેઠક યોજાઈ હતી જેમાં શ્રી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ ટ્રસ્ટ ના પ્રમુખ સુનિલ અગ્રવાલ અને સુનિલબ્રહ્મભટ્ટ, દિપક રાજપૂત, અમિતભાઇ માળી ઉપસ્થિત રહ્યા હતા
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

