સુરત
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ આજ રોજ સુરત એરપોર્ટ પર ઉતરાણ કરી તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બાજીપુરા ખાતે પહોંચ્યા હતા. બાજીપુરા ખાતે આવ્યા બાદ સુમુલ દાણ ફેક્ટરીના પટાંગણમાં આયોજિત સહકારથી સમૃદ્ધિ સંમેલનમાં ઉપસ્થિત રહી દક્ષિણ ગુજરાતની સહકારી સંસ્થાઓના સભાસદો અને પ્રતિનિધિઓને પ્રેરક ઉદબોધન કર્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયે ૧૨.૪૦ વાગ્યે સુરત એરપોર્ટ પરથી દિલ્હી જવા રવાના થયા હતા. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની પ્રેરક ઉપસ્થિતિમાં તાપી જિલ્લાના બાજીપુરા ખાતે ‘સહકારથી સમૃધ્ધિ’ સંમેલન યોજાશે. સંમેલન સ્થળે કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહના હસ્તે સુમુલ ડેરી દ્વારા નવનિર્મિત સત્વ ફોર્ટિફાઈડ તેમજ ચક્કી આટા પ્લાન્ટનું વર્ચ્યુઅલ ઉદ્દઘાટન કર્યું હતું. સાથે નવી પારડી સ્થિત બનનારા આધુનિક બટર કોલ્ડ સ્ટોરેજ તથા પાવર વેર હાઉસનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. અમિત શાહે જણાવ્યું હતું કે, આઝાદીનું ૭૫મું વર્ષ દરેક માટે મહત્વનું છે. ગુજરાતમાં સહકાર ક્ષેત્રથી સમૃધ્ધિ આવી છે. પશુપાલકોનો વિકાસ થાય તે હેતુથી સમૃદ્ધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્ષેત્રને વધુ વેગવંતુ બનાવવા સહકારીતા મંત્રલાય વિભાગની રચના કરવામાં આવશે. સુમુલ ડેરીના સહકારથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પશુપાલકો જાેડાયા હતા. દૂધ ઉત્પાદકોને મારા રામ રામ અને પ્રણામ. ઐતિહાસિક સંમેલન તાપી ભૂમિ પર યોજાયું છે. આ કાર્યક્રમ સહકારી માળખું કેટલુ મજબૂત થયું છે તેની સાક્ષી મળે છે. આ વર્ષ આઝાદીના અમૃત મહોત્સવનું છે. વડાપ્રધાનની દુનિયાભરમાં ખ્યાતિ છે. તેઓ આ મહોત્સવને અલગ અંદાજથી જાેઈ રહ્યાં છે. અનેક શહીદો, સ્વાતંત્ર્યવીરોને યાદ કરવાનો મહોત્સવ કર્યો અને તેમના ત્યાગથી દેશની યુવા પેઢી પ્રેરણા લે અને દેશભક્તિના સંસ્કારથી ભરાય તેવુ પણ આયોજન કર્યું. તેમણે દેશને સંકલ્પ વર્ષ તરીકે ઉજવવાનુ કાર્ય કર્યું. દેશ ૨૫ વર્ષ પછી ક્યા હશે તે સંકલ્પ કરવાનું નક્કી કર્યું. દેશના દરેક નાગરિકેને સમૃદ્ધ બનાવવાની, સ્ટાર્ટઅપના માધ્યમથી યુવકોને આગળ આવવાની તક આપી છે. તેમ સહકારી કાર્યકર્તાઓ માટે સહકારી સંગઠનને મજબૂત કરવાનુ આપણે નક્કી કર્યું છે. હુ ગર્વથી કહું છું કે હું સુવર્ણ કામ માટે આવ્યો છું. તેમણે કહ્યુ કે, ૨૦૦ લીટરથી શરૂ થયેલી સુમુલ ડેરીની યાત્રા ૨૦ લાખ લીટર સુધી પહોંચી છે. ખેડૂતો ભાઈ-બહેનોના પરિશ્રમ માટે રોજ ૭ કરોડ રૂપિયા અઢી લાખ સભાસદના બેંક ખાતામાં સીધા પહોંચે છે. આદિવાસી બહેનોના ખાતામાં જે રૂપિયા જમા થાય છે, તે ચમત્કાર સહકારી આંદોલન અને સંઘબળનો છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સહકાર મંત્રી જગદીશ પંચાલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, કૃષિ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં સહકારી મંડળીના સભાસદો, જિલ્લાના પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે.


