Gujarat

ગુજરાતમાં ૧૦ દિવસમાં જ એક્ટિવ કેસની સંખ્યામાં ૩૦૦ ટકાનો વધારો

અમદાવાદ
કોરોનાના દૈનિક કેસો વધતા રાજ્યમાં એક્ટિવ કેસમાં અચાનક ઉછાળો આવ્યો છે. ૯મી જાન્યુઆરીએ રાજ્યમાં ૨૭૯૧૩ એક્ટિવ કેસ હતા. જે ૧૯ જાન્યુઆરીએ ૯૦,૭૦૦થી પણ વધુ થઈ ગયા. આમ માત્ર ૧૦ જ દિવસમાં ૬૨ હજાર એક્ટિવ કેસો વધી ગયા. જે ૩૨૪ ટકાનો વધારો કહી શકાય. આ પહેલા ૧લી જાન્યુઆરીના રોજ રાજ્યમાં માત્ર ૩૯૨૭ એક્ટિવ કેસ હતા. અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં કોરોનાના એક્ટિવ કેસોની વાત કરીએ તો આ ચારેય જિલ્લાઓમાં કુલ મળીન ૭૧ હજારથી પણ વધુ એક્ટિવ કેસો છે. અમદાવાદની સ્થિતિ તો એવી છે કે સુરત, વડોદરાને છોડીને અન્ય તમામ ૩૦ જિલ્લા રહેલા એક્ટિવ કેસ કરતા પણ વધુ એક્ટિવ કેસ અહીં છે. એટલે કે અમદાવાદ, સુરત અને વડોદરાના છોડીના રાજ્યના ૩૦ જિલ્લાઓમાં ૨૪૮૬૪ એક્ટિવ કેસ છે, જેની સામે એકલા અમદાવાદમાં જ ૩૧ હજારથી વધુ એક્ટિવ કેસ છે. કોરોનાની પહેલી અને બીજી લહેર દરમિયાન દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં રોજે રોજ રેકોર્ડબ્રેક કેસ નોંધાતા હતા. જાેકે હવે આવી જ સ્થિતિ કોરોનાની ત્રીજી લહેરમાં અમદાવાદમાં જાેવા મળી રહી છે. હાલમાં મુંબઈમાં ૩૧,૮૫૬ એક્ટિવ કેસ છે. જ્યારે અમદાવાદમાં ૩૧૮૭૦ એક્ટિવ કેસ છે, જે મુંબઈ કરતા પણ વધારે છે. દેશભરમાં હાલ ૧૯ લાખથી પણ વધારે એક્ટિવ કેસ છે. જેમાં સૌથી વધુ મહારાષ્ટ્રમી ૨.૬૮ લાખ એક્ટિવ કેસ છે. જ્યારે કર્ણાટક ૨.૬૭ લાખ સાથે બીજા અને તમિલનાડુ ૧.૭૦ લાખ સાથે ત્રીજા ક્રમે છે. સૌથી વધુ એક્ટિવ કેસ મામલે દેશમાં ગુજરાત સાતમા ક્રમે છે. રાજ્યના ચાર મહાનગરો સિવાય અન્ય જિલ્લાઓમાં પણ કોરોનાના એક્ટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યના ૮ જિલ્લાઓમાં હાલ ૧૦૦૦થી પણ વધુ એક્ટિવ કેસ છે. જેમાં ભરૂચ, ભાવનગર, ગાંધીનગર, જામનગર, મહેસાણા, મોરબી, નવસારી અને વલસાડનો સમાવેશ થાય છે. ભાવનગર અને ગાંધીનગર જિલ્લામાં તો એક્ટિવ કેસનો આંકડો ૨ હજારથી પણ વધુ છે. જ્યારે અન્ય ૨૧ જિલ્લાઓમાં ૧૦૦૦થી ઓછા એક્ટિવ કેસ ૧૯ જાન્યુઆરીની સાંજ સુધીની સ્થિતિએ છે.ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ રોકેટની ગતિએ વધી રહ્યું છે. છેલ્લા બે દિવસમાં નોંધાયેલા કોરોનાના કેસોએ પહેલી અને બીજી લહેરનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. પરિણામે રાજ્યમાં ૧૯મી જાન્યુઆરી સુધીમાં ૯૦ હજારથી પણ વધુ એક્ટિવ કેસો છે. જે આગામી દિવસમાં હજુ પણ વધી શકે છે. રાજ્યમાં ૩૩ જિલ્લાઓમાં એક્ટિવ કેસોની વાત કરીએ તો સૌથી વધુ અમદાવાદ અને સુરતમાં રાજ્યના ૬૧ ટકા એક્ટિવ કેસો છે. જે રીતે દૈનિક કેસો આવી રહ્યા છે, તેને જાેતા આગામી સમયમાં એક્ટિવ કેસનો આંકડો બીજી લહેરનો રેકોર્ડ પણ તોડી નાખશે. રાજ્યમાં બીજી લહેર દરમિયાન ૫ મેના રોજ ૧.૪૮ લાખથી વધુ એક્ટિવ કેસ હતા.

More-active-case.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *