Gujarat

ગુજરાત ભાજપ એટલે સેવા, ગુજરાત ભાજપ એટલે માતાઓ, બહેનો, મહિલાની સુરક્ષા ઃ વડાપ્રધાન

આણંદ
પ્રધાનમંત્રી આણંદ જિલ્લાના વલ્લભ વિદ્યાનગરમાં એક જનસભાને સંબોધિત હતી તેમણે પોતાના સંબોધનની શરૂઆતમાં મુખ્યમંત્રીના વખાણ કર્યા હતા. સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે હું મુખ્યમંત્રી બન્યો ત્યારે મને વહિવટનો અનુભવ ન હતો. આપણા સદભાગ્ય છે કે આપણને એવા મુખ્યમંત્રી મળ્યા છે જેમને પંચાયતથી સચિવાલય સુધી વહિવટનો ૨૫ વર્ષ સુધીનો અનુભવ છે. અને ૨૫ વર્ષના જાહેર જીવનમાં એમના મોંઢેથી ક્યારેય કટુવાણી નિકળી નથી. એમના વ્યવહાર પર કોઇએ ક્યારેય આંગળી ચિંધી નથી. આનાથી વધારે ગુજરાત માટે રૂડું શું હોઇ શકે. તેમણે સંબોધનમાં દેશી લહેંક્યા સાથે કહ્યું કે કેસરિયો સાગર હિલ્લોળા લઇ રહ્યો છે, જ્યાં જ્યાં નજર પહોંચે કેસરિયો સાગર દેખાઇ રહ્યો છે. વટ પાડી દીધો. સરદાર સાહેબની ભૂમિ કાયમ વટ પાડી દે. આણંદ હોય અને આનંદ ન હોય તો કેવું બને. સરદાર સાહેબની ભૂમિ પર આવ્યો છું ત્યારે સરદાર સાહેબ, ભાઇકાકા જેવા દિઘર્દ્રષ્ટાઓને વંદન કરીને હું અત્યંત ગૌરવ અનુભવું છું. તેમણે આગળ કહ્યું કે ઘણીવાર લોકો એમ કહે છે કે મોદી સાહેબ દીલ્હીમાં બધુ કામ તો સરસ કરે છે એવું સાંભળવા મળે છે. પરંતુ આ બધુ મોદી સાહેબ નથી કરતા પણ તે સરદાર સાહેબના પદચિન્હો પર ચાલે છે એટલે કામ થાય છે. દેશના એકીકરણનું કામ સરદાર સાહેબે હાથ લીધું અને દેશના રાજા રજવાડાઓને મનાવ્યા, સમજાવ્યા અને ભારતને એક બનાવ્યું. પરંતુ એક કાશ્મીરનું કામ બીજા એક ભાઇએ માથે લીધું. પણ સરદાર સાહેબના સંસ્કાર હતા અને તેમના પદચિન્હો પર ચાલતા હતા એટલે કાશ્મીરની સમસ્યા પણ પુરી કરી અને સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપી દીધી. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું કે ગુજરાત અને ભાજપનો અતૂટ નાતો છે. આજે કોઇપણ ક્યાંય ગુજરાતની વાત કરે તો ભાજપ દેખાય અને ભાજપની વાત કરે તો ગુજરાત દેખાય. આ નાતો માત્ર રાજકારણનો નથી પરંતુ દિલનો પ્રેમ છે. આ તો પોતિકાપણું છે. અપનત્વની ભાવના છે. તમે જ હંમેશા કમળને ખિલતું રાખ્યું છે. આજે ગુજરાતનો એક-એક બાળક જાણે છે પ્રત્યેક વ્યક્તિ જાણે છે, ગુજરાત ભાજપ એટલે સેવા. ગુજરાત ભાજપ એટલે માતાઓ, બહેનો, મહિલાની સુરક્ષા. ગુજરાત ભાજપ એટલે શાંતિ. ક્યાંય કોઇ માથું ઉચું ન કરી શકે.

File-02-Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *