અમદાવાદ
ગુજરાત યુનિવર્સિટી દ્વારા ૧૩ કોર્ષ આ વર્ષથી ઓનલાઇન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.આ ઓનલાઇન કોર્ષ માટે સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ત્યાર બાદ વિદ્યાર્થીઓને એડમિશન મળતા અભ્યાસ શરૂ કરવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીમાં ૩ યુજી અને ૧૦ પીજી ના કોર્ષ માટે સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ જશે. વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટ પરથી ફોર્મ ભરી શકશે.કોઈ પણ ખૂણે બેસીને કોઈ પણ વિદ્યાર્થી પ્રવેશ માટે અરજી કરી શકશે.મેરિટના આધારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા પ્રવેશ આપવામાં આવશે. ત્યાર બાદ ઓનલાઇન ભણાવીને પરીક્ષા પણ ઓનલાઈન યોજવામાં આવશે.
