Gujarat

ગુજરાત યુનિ.ના કુલપતિ હાયર એજ્યુકેશન કાઉન્સિલના ચેરમેન બન્યા

અમદાવાદ
ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા સુધરે અને નવા સુધારા વધારા થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા હાયર એજ્યુકેશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે. આ માળખા માટે ચેરમેનની નિમણુંક કરવાની છે. આ માટેની પ્રક્રિયા હજી શરૂઆતના તબક્કામાં છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા હાયર એજ્યુકેશન કાઉન્સિલ ઓફ ગુજરાતની બોડી તૈયાર કરાઈ છે. જેના ચેરમેનની નિમણૂંક માટે પણ એક કમિટી બનાવવામાં આવી છે. આ માટેની સર્ચ કમિટીમાં ચેરમેન તરીકે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યા, સભ્ય તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નીતિન પેથાણી અને ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણની નિમણૂંક કરાઈ છે. ત્રણેય સભ્યો દ્વારા હાયર એજ્યુકેશન કાઉન્સિલના ચેરમેન માટે ૩ નામ સરકારને આપવામાં આવશે. જેમાંથી એક નામ પર મુખ્યમંત્રી અને રાજ્યપાલની મહોર લાગશે. ત્યાર બાદ ચેરમેનની જાહેરાત થશે. ઉલ્લેખનીય છે કે હાયર એજયુકેશન કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન નિમાયા બાદ રાજ્યની તમામ ખાનગી અને સરકારી યુનિવર્સિટી પર નજર રહેશે.યુનિવર્સિટીમાં જરૂરી સુધારા વધારા તથા મહત્વની બાબતો અંગે અનેક સત્તાઓ મળશે.રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે નવા ફેરફારો માટે રાજ્ય સરકાર દ્વારા હાયર એજ્યુકેશન કાઉન્સિલ ઓફ ગુજરાત માટેની સર્ચ કમિટી નિમવામાં આવી છે. આ કમિટીમાં ગુજરાત યુનિવર્સિટીના ચેરમેન હિમાંશુ પંડ્યાને ચેરમેન બનાવવામાં આવ્યાં છે. તેમની સાથે અન્ય ૩ લોકોની પણ નિમણૂંક કરવામાં આવી છે.

Gujarat-University.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *