ગુજરાત સરકારના કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના સંયુક્ત ઉપક્રમે છોટાઉદેપુર જિલ્લાના બાંધકામ શ્રમયોગીઓને નિશુલ્ક આરોગ્ય લક્ષી સેવાઓ માટે નવીન ધનવંતરી આરોગ્ય રથ ફાળવી આપવામાં આવેલ છે જેનું છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે લીલી ઝંડી આપી જનરલ હોસ્પિટલ ખાતે પ્રસ્થાન કરાવ્યું આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ રાઠવા , છોટાઉદેપુર જિલ્લા ભાજપા મહામંત્રી મેહુલભાઈ પટેલ અને શંકરભાઈ રાઠવા , આદિજાતિ નિગમના ડિરેક્ટર જશુભાઈ રાઠવા અને ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


