Gujarat

ગુજરાત હાઈકોર્ટની પાસેની ગણેશ મેરેડિયનમાં ભીષણ આગ

અમદાવાદ
અમદાવાદના એસજી હાઈવે ઉપર ગુજરાત હાઈકોર્ટની બાજુમાં આવેલી ગણેશ મેરેડિનય બ્લિડિંગમાં મોડી સાંજે આગ લાગી હતી. આગ સાતમા અને આઠમા માળે લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. ફાયર બ્રિગેડ દ્વારા એક પછી એક એમ ૧૨ જેટલી ફાયરની ઘાડીઓ મંગાવીને આગ ઉપર કાબુ મેળવાની કામગીરી હાથધરી હતી. બીજી તરફ ઘટનાની ગંભીરતાને લઈને બિલ્ડિંગની તમામ ઓફિસોને ખાલી કરવાની ફરજ પડી હતી. જાેકે, અત્યાર સુધીમાં આગથી કોઈ જાનહાની થઈ નથી. માનવામાં આવી રહ્યું છે કે ઓફિસ સમય બાદ આગ લાગી હોવાથી કોઈ જાનહાની થઈ નથી. જાેકે, આ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. સાતમાં અને આઠમા માળે લાગેલ આગ ધીમે ધીમે પ્રસરીને વિકરાણ સ્વરૂપ ધારણ કર્યું હતું. અને આગની લપટો બારીઓમાંથી બહાર નીકળતી દેખાઈ રહી હતી. આ ઉપર કાબુ લેવા માટે ફાયર બ્રિગેડની ટીમ મહેનત કરી રહી છે.અમદાવાદ શહેરના એસજી હાઈવે ઉપર આવેલી ગણેશ મેરેડિયન બિલ્ડિંગમાં શુક્રવારે મોડી સાંજે આગ લાગવાની ઘટના બની હતી. ગુજરાત હાઈકોર્ટ નજીક આવેલી આ બિલ્ડિંગના સાતમાં અને આઠમા માળે આગ લાગી હતી. કોઈ કારણોસર લાગેલી આગ જાેત જાેતામાં વિકરાળ બની હતી. અને આગની લપટો બિલ્ડિંગની બારીઓમાંથી બહાર નીકળી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની એક પછી એક એમ ૧૨ જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. અને આગ ઉપર કાબુ લેવાની કામગીરી હાથધરી હતી.

India-Gujarat-Amdavad-Fire-on-ganesh-Meredian-near-high-Court.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *