Gujarat

ગોંડલ પાસેથી આઈસરમાંથી લોખંડની એંગલો-સ્પ્રિંગો ઝડપાઈ, રૂ.૬.૮૩ લાખનો મુદ્દામાલ જપ્ત

ગોંડલ
ગોંડલમાં રાજકોટ એસ.ઓ.જી પોલીસે બાતમીના આધારે જેતપુરથી ગોંડલ તરફ આવતું આઇસર રોકી ચેક કરતાં ગેરકાયદેસર જી.ઇ.બીમાં વપરાતી લોખંડની એંગલો તથા સ્પ્રિંગો લઈ જતા આઇસર ડ્રાઈવર સહિત ૨ ઇસમોને ઝડપી પાડ્યા છે. રાજકોટ રૂરલ એસ.ઓ.જી પોલીસને મળેલી બાતમીને આધારે ઇન્ચાર્જ પીઆઈ કે.બી. જાડેજા, પીએસઆઈ બી.સી. મિયાત્રા અને એસઓજી સ્ટાફે પેટ્રોલિંગ દરમ્યાન એક આઇસરમાં બિલ વગરની લોખંડની એંગલો અને સ્પ્રિંગો સાથે કિશન જીવરાજભાઈ દેત્રોજા અને લાલજી બટુકભાઈ રાઠોડ એમ બે ઈસમોને ઝડપી પાડ્યા હતા. બે ઈસમો પાસે ભંગારનો કોઇ આધાર પુરાવો ન હોવાથી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી. ગેરકાયદેસર લોખંડની એંગલો અને સ્પ્રિંગો સાથે આઇસર મળી કુલ રૂ. ૬ લાખ ૮૩ હજાર ૭૫૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. બંન્ને ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Page-30.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *