Gujarat

 ગોબરધન યોજનાથી વર્ષો સુધી મળશે નિઃશુલ્ક રાંધણગેસ

જિલ્લાના કેશોદ તાલુકાના શેરગઢ ગામે જિલ્લાનો સૌપ્રથમ ફલેક્ષી બાયોગેસ પ્લાન્ટ ઈન્સ્ટો કરવામાં આવ્યો છે.  રૂા.૪૨૦૦૦ના પ્લાન્ટમાં રાજ્ય સરકાર દ્વારા રૂા.૩૭,૦૦૦ની સબસીડી આપવામાં આવે છેલેક્ષી બાયોગેસથી વર્ષો સુધી નિઃશુલ્ક રાંધણગેસ ળી રહેશે.

સ્વચ્છ ભારત મિશનગ્રામિણ ફેઝ યોજના અંતર્ગત રાજ્યભરમાં કસ્ટર બેઝ વ્યકિતગત ફલેક્ષી બાયોગેસ પ્લાન્ટ મલમાં મુકવામાં આવેલ છે. ગ્રામ વિકાસ વિભા દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓના ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા બે પશુધન ધરાવતા કુટુંબો માટે ફલેક્ષી બાયોગેસ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવેલ છેજૂનાગઢ જિલ્લામાંથી સૌપ્રથમ કેશોદ તાલુકાના શેરગઢ ગામે વસવા કરતા દિનેશભાઈ કારાભાઈ ગરચરને ત્યાં બાયોગેસ પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવામાં આવ્યો હતો.

જૂનાગઢ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની સ્વચ્છ ભારત મિશનગ્રામિણ યોજના હેઠળ આવતા ઘટક વ્યકિતગત ફલેક્ષી બાયોગેસ પ્લાન્ટ” જૂનાગઢ જિલ્લાના શેરગઢ ગામે સૌપ્રથમ ઇન્સ્ટોલ કરવામાં આવેલ છેગોબરધ યોજનાથી લાંબા મય સુધી નિઃશુલ્ક કુદરતી રાંધણગેસ મળી રહેશે કુદરતી ગેસ સંપૂર્ણ સુરક્ષીત અને સલામત છેદરમહિને બે થી ત્રણ એલ.પી.જીબોટલ જેટલો ગેસ ઉત્પાદન થાય છેસાથોસાથ સ્લરી પણ ઉપજે છે સ્લરીનો ખેતરમાં ઓર્ગેનીક ખાતર તરીકે પણ ઉપયોગ કરી ખુબ સારૂ ઉત્પાદન મેળવી શકાય છેતેમજ જમીનની ફળદ્રુપતા પણ વધારી શકાય છે.

એન.ડી.ડી.બીઆણંદ ખાતેથી આવેલ ફલેક્ષી બાયોગેસ પ્લાન્ટની ટીમ સાથે જિલ્લા ગ્રા વિકાસ એજન્સીજૂનાગઢના એચ.આર કન્સલ્ટન્ટ ગૌતમ સોંદરવાગોબરધન કન્સલ્ટન્ટ રૂબી દુધાત્રા તેમજ કેશોદ બ્લોક કોઓર્ડીનેટર રેનીશ વાઘેલા અને કલ્સટર કોઓર્ડીનેટર સુધીર જોટવા ઉપસ્થિ રહી જિલ્લા કન્સલ્ટન્ટના માર્ગદર્શન હેઠળ લેક્ષી બાયોગેસ પ્લાન્ટનું ઈન્સ્ટોલેશન કરવામાં આવ્યું હતું..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *