ગિરગઢડા
ભરત ગંગદેવ.
ગીર સોમનાથ જિલ્લામા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, દિનદયાળ અંત્યોદય યોજના અંતર્ગત ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિ.(GLPCL) અને જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના સંયુક્ત ઉપક્રમે ગ્રામીણ મહિલાઓને આર્થિક ઉપાર્જન કરવા સક્ષમ બનાવવાના આશયથી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રામીબેન વાજાના અધ્યક્ષ સ્થાને શ્રી રામ મંદર ઓડિટોરિયમ, સોમનાથ ખાતે કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો હતો.
વીર મેઘ માયા મિશન મંગલમના લાભાર્થી સોસા સોનાબહેન કહે છે કે, કેશ ક્રેડિટ કેમ્પમા અમારા વીર મેઘ માયા મિશન મંગલમને ૧ લાખ કેશ ક્રેડિટ મળી છે અમે કાર્ય કરવા માટે આર્થિક રીતે મુજવણ નહી અનુભવીએ. ગ્રામીણ મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બને તેવા સરકારશ્રીના પ્રયાસો બદલ હું સરકારશ્રીનો આભાર માનુ છું.

