Gujarat

ગ્રામીણ વિકાસ બાપુનું સૌથી પ્રમુખ સપનું હતું ઃ વડાપ્રધાન મોદી

અમદાવાદ
પીએમ મોદી રાજભવનથી સાડા ચાર વાગ્યે જીએમડીસીમાં ગુજરાત પંચાયત મહા સંમેલનમાં આવ્યા છે. પીએમ મોદી પંચાયતી રાજની કોફી ટેબલ બુકનું વિમોચન કર્યું હતું. ત્યાર બાદ તેમણે પાંચ ટર્મથી સમરસ થતી ગ્રામ પંચાયતોના સરપંચોનું સન્માન કર્યું હતું. લોક તંત્રના મૂળ મજબૂત કરતા પંચાયતી રાજના બંધુ ભગિનિને આદર પૂર્વક નમસ્કાર. અહીં આવીને પંચાયતથી પાર્લામેન્ટના દર્શન થયા. આ બાપુની ધરતી છે, આ સરદાર વલ્લભભાઈ પટેલની ધરતી છે. બાપુએ હંમેશા ગ્રામીણ વિકાસની વાત, આર્ત્મનિભર ગામની વાત, સશક્ત અને સમર્થ ગામની વાત સદા અને સર્વદા કહી છે, એટલે જ્યારે આઝાદીના અમૃતકાળમાં છીએ ત્યારે પૂજ્ય બાપુના સપના માટે આપણે પ્રતિબદ્ધ છીએ. ગ્રામીણ વિકાસ બાપુનું સૌથી પ્રમુખ સપનું હતું. લોકતંત્રની શક્તિ પણ ગ્રામ તંત્રમાં જાેતા હતા. આટલી મોટી મહામારી, આખી દુનિયાને ચિંતામાં મુકી દીધી એ કોરોનાને ગામડાંમાં પહોંચ પહોંચતા મોંમાં ફીણ આવી ગયા. ગામડાંઓએ સુઝ પ્રમાણે નિયમો ગોઠવ્યા. બહાર આવે તેને બહાર રાખ્યા, બહાર રહે તેના માટે વ્યવસ્થા ગામ કરે. ગામડાંઓએ કોરોનાના કાળખંડમાં અદભૂત વ્યવસ્થા વિકસાવી અને ગામડાંમાં મહામારીને પ્રવેશતી રોકી રાખવામાં ખૂબ કામ કર્યું. હું ગામડાંના પ્રતિનિધિઓને લાખ લાખ અભિનંદન આપું છું. આપણા નાના ખેડૂતે કામમાં કોઈ પાછી પાનીના ના કરી અને ભારતનો અન્નનો ભંડાર ભરવા માટે હું આભાર માનું છું. અહીં મોટા ભાગે બહેનો છે અને ગુજરાતનું સદભાગ્ય છે કે, દેશના લોકોને ખબર નહીં, ગુજરાતની પંચાયત વ્યવસ્થામાં પુરૂષો કરતા મહિલા વધુ પ્રતિનિધિત્વ કરી રહી છે. બાળપણમાં સર્વોદય પ્રવૃત્તિ સાથે જાેડાયેલા દ્વારકાદાસ જાેશી પાસેથી વાતો સાંભળતો હતો. વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં લોકો આમને સામને ન આવે પણ ગામડાંની ચૂંટણીમાં લોકો સામ સામે આવે છે. ઘણીવાર તો દીકરી પાછી આવે કારણ કે ચૂંટણીમાં સામ સામે હતા. વેરના વાવેતર થઈ જતા હતા. વિનોબાભાવે કહેતા ગામડાંઓમાં મળીને પ્રતિનિધિ નક્કી કરવામાં આવે.ઉત્તરપ્રદેશ સહિત ૫ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. જેમાંથી હાલ ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, મણિપૂર અને ગોવામાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. સમગ્ર દેશમાં ભગવાની વાત કરીએ તો ભાજપ અને તેના સાથીપક્ષો આ પરિણામો સાથે ૧૮ રાજ્યમાં સત્તા પર યથાવત છે. હવે વડાપ્રધાન મોદી ચાર રાજ્યોની ચૂંટણીનો વિજયોત્સવ મનાવવા સાથે ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકવા અમદાવાદ આવ્યા છે.વડાપ્રધાને એરપોર્ટથી કમલમ સુધી બે કલાક રોડ શો કર્યો હતો. આ રોડ શોમાં લાખો લોકએ પીએમનું સ્વાગત કર્યું હતું. કમલમમાં ગુજરાતના નેતાઓ સાથે હાલની રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કર્યા બાદ રાજભવન ગયા હતા. જીએમડીસી ગ્રાઉન્ડના આ કાર્યક્રમ થકી મોદી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના પ્રચારનો પણ શંખનાદ કરશે. આ માટે જ ૧૧ માર્ચે મોદીના કાર્યક્રમમાં વિરાટ શક્તિ પ્રદર્શન માટે ૧.૫૦ લાખથી વધુની ભીડ એકત્ર કરવામાં આવી રહી છે. મોદી આ કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી આવેલા કાર્યકર્તાઓએ ગુજરાતની ચૂંટણી અંગેનું માર્ગદર્શન આપશે. ભાજપનું આ વિરાટ શક્તિ પ્રદર્શન મિશન ૧૫૦ બેઠકો માટેનું માનવામાં આવી રહ્યું છે.

modi-in-sarpanch-samelan.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *