ગિરગઢડા
ભરત ગંગદેવ
સમગ્ર ભારત દેશમાં જ્યારે આઝાદીકા અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે શહેરોથી લઈને ગ્રામ્ય વિસ્તારો સુધી તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે કોડીનાર તાલુકા ના ઘાંટવડ ગામ માં પણ યાત્રા કાઢવામાં આવી હતી અને ઘાંટવડ ગામ માં અગાઉ મોહરમ નિમિત્તે પણ કોમી એકતા નો એખલાસ જોવા મળ્યો હતો, ત્યારે આજરોજ કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામ માં સમસ્ત દરેક સમાજ દ્વારા તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.જેમાં ઘાંટવડ મુસ્લિમ સમાજના અગ્રણી ઓ તથા ગ્રામ પંચાયત ના સરપંચ અબ્દુલ ભાઈ મહેતર પૂર્વ સરપંચ વાલજી ભાઈ વાઢેર તથા મુસ્લીમ એક્તા મંચ ગુજરાત પ્રદેશ ના પ્રવકતા શબ્બીર ભાઈ તથા પૂર્વ તાલુકા સદસ્ય મસરી ભાઈ બાંભણિયા તથા ન્યાય સમિતિ ચેરમેન અશોક વાઢેર તથા રફીક ભાઈ મહેતર તથા ભાજપ લઘુમતી મોરચાના જીલ્લા ઉપ પ્રમુખ ઈકબાલ ભાઈ ડાર મુસ્લીમ સમાજ ના પૂર્વ પટેલ ઈકબાલ ભાઈ સેલોત તથા ગ્રામ પંચાયત ના તમામે તમામ સભ્યો હાજર રહ્યા હતા તથા પ્રાથમિક કન્યા શાળા ના આચાર્ય અશોકભાઈ પરમાર તથા કુમારશાળાના આચાર્ય મહેશભાઈ વાઢેર તથા ઘાંટવડ ગામ નાની અને અનામી દરેક સમાજ અગ્રણીઓ અને સમસ્ત મુસ્લિમ સમાજના ભાઈઓ આ યાત્રામાં જોડાયા હતા અને આ તિરંગા યાત્રા ઘાંટવડ કુમાર શાળા થી શરૂઆત કરી ને ગામ ના મુખ્ય માર્ગો પર થી નીકળી હતી અને ભારત માતાકી જયના નારા લગાવવામાં આવ્યા હતા.
Attachments area


