Gujarat

ચલાલા ખાતે ચાલી રહેલી શિવસાઇ કથામાં સેવા સન્માન.. ચલાલા ખાતે સરોજબેન નાગલા પરિવાર દ્વારા કથાનું  આયોજન થયું. આ શુભ પ્રસંગે આમંત્રીત મહેમાનોનું પણ સન્માન કરવામાં આવ્યું. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
દાનમહારાજની પાવન ભુમી ચલાલા ખાતે શિવસાઇ મહીમા કથા ચાલી રહેલ છે. એમાં આજે સંગીતના સાથીમિત્રોનું  સન્માન તથા સેવા આપી રહેલ મિત્રોનું સન્માન કરવામાં આવ્યુ.
સરોજબેન નાગલા પરિવારને આંગણે આ કથા આયોજન થયેલ. આ કથા દરમિયાન ખુબ વિશાળ સંખ્યામાં રોજ બહેનો કથાનો  લ્હાવો લેતાં જોવા મળ્યાં હતાં. જો કે એ જ દાનમહારાજ- સાઇરામના આર્શીવાદ. સાંઈ કથાકાર રાજુભાઇ જાની દ્વારા આ ૨૭ મી કથા વંચાય રહેલ છે. કથા આયોજનનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ લોકોને જમાડવા તથા ગરીબ પરિવારની દિકરીઓના લગ્નમાં કરિયાવર વસ્તુઓ મળે એ હેતુથી વિવિધ કથાઓ કરવામાં આવે છે  પૈસા નહી ફક્ત વસ્તુ દાન આપના જ હસ્તે લઈને આપશો એ જ ધ્યેયને આજે લોકો ખુબ ખુબ સહયોગ આપી રહેલ છે. સહયોગ આપી રહેલ તમામ દાતાશ્રીઓનો પણ શિવસાઇ ગૃપ ચલાલાએ તમામનો દિલથી આભાર માન્યો હતો.

IMG-20221205-WA0014.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *