Gujarat

ચહલ આઈપીએલની સિઝનમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર સ્પિનર બન્યો

અમદાવાદ
ગુજરાત અને રાજસ્થાનની ફાઈનલ મેચ અગાઉ ચહલ અને બેંગ્લોરના સ્પિનર વાનિંદુ હસરંગા ડી સિલ્વા બન્ને ૨૬-૨૬ વિકેટ ઝડપી હતી. જાે કે ચહલે ગુજરાત સામેની ફાઈનલમાં હાર્દિકને સ્લીપમાં યશસ્વીન હાથે કેચ આઉટીને ટૂર્નામેન્ટમાં તેની ૨૭ વિકેટ પૂરી કરી હતી. આ ઉપરાંત ટી૨૦ ટૂર્નામેન્ટમાં ચહલ સૌથી વધુ વિકેટ લેનાર બીજાે સ્પિનર રહ્યો છે. અગાઉ ૨૦૧૦માં ઈંગ્લિશ ટી૨૦માં ડાબોડી સ્પિનર ડેની બ્રિગ્સે સૌથી વધુ ૩૧ વિકેટ ઝડપી હતી.રાજસ્થાન રોયલ્સના લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ આઈપીએલની સિઝનમાં સૌથી વધુ વિકેટ મેળવનાર સ્પિનર બન્યો છે. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચહલે ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાની વિકેટ ઝડપતા આઈપીએલ ૨૦૨૨માં તેની ૨૭ વિકેટ પૂર્ણ કરી હતી. આ સાથે જ તેણે આઈપીએલમાં કોઈ એક સિઝનમાં સ્પિનર દ્વારા સૌથી વધુ વિકેટ મેળવવાનો સીએસકના ઈમરાન તાહિરનો રેકોર્ડ તોડ્યો હતો. અગાઉ ૨૦૧૯માં ઈમરાન તાહિરે આઈપીએલમાં ૨૬ વિકેટ ઝડપી હતી. ચહલ આઈપીએલની ૧૫મી સિઝનમાં સૌથી વધુ ૨૭ વિકેટ ઝડપીને પર્પલ કેપ પણ પોતાના નામે કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *