અમદાવાદ
અમદાવાદની યુવતીના વર્ષ ૨૦૧૪માં ચાંદખેડા વિસ્તારમાં રહેતા યુવક સાથે બીજા લગ્ન થયા હતા. લગ્નના એક વર્ષ સુધી બધુ સારું હતું પરંતુ એક વર્ષ બાદ સાસરિયાઓ પરિણીતાને ત્રાસ આપવા લાગ્યા હતા. દહેજની માંગણી કરી અવાર-નવાર ઝઘડો કરતા હતા. ત્યારે પતિ મારા ઘરવાળા જેમ કહે તેમ જ કરવું પડશે તેમ કહીં ઘણીવાર પરિણીતા સાથે મારઝૂડ કરતો હતો. પોતાનું ઘર તૂટે નહીં માટે પરિણીતા બધુ સહન કરતી હતી. ૪ દિવસ પહેલા પરિણીતા તેની મામીને ત્યાં ગઈ હતી. જેથી પતિએ ‘મને પૂછ્યા વગર કેમ બહાર ગઈ હતી, હું કહુ ત્યાં જ તારે જવાનું અને પિયર પક્ષમાં કોઈની સાથે સંબંધ રાખવા નહીં’ તેમ કહીં પરિણીતા સાથે મારઝૂડ કરી હતી. બીજીતરફ સાસરિયાવાળા આ સમગ્ર તમાશો જાેતા રહ્યા હતા અને કહેતા કે, આને તેના મા-બાપના ઘરે મોકલી દો, અહીંયા કોઈ જરૂર નથી આની. ત્યારબાદ પરિણીતાને ઘરમાંથી કાઢી મુકી હતી. પતિએ માર મારતા પરિણીતાને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. જેથી સિવિલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી. સારવાર બાદ પરિણીતાએ કંટાળી પતિ તેમજ સાસરિયા સામે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.શહેરના ચાંદખેડા વિસ્તારમાં પરિણીતાએ પોતાના પતિ તેમજ સાસરિયાઓ સાથે માનસિક શારિરીક ત્રાસ અને દહેજની માંગણી કરતા હોવાની ફરિયાદ નોંધાવી છે. તારા માતા-પિતાએ વધારે દાગીના આપી શકે તેમ છે છતાં ઓછા દાગીના આપ્યા તેમ કહીં જેઠ-જેઠાણી હેરાન કરતા તો પતિ અવાર-નવાર મારઝૂટ કરતો હતો.
