ચાણસ્મા
ગુજરાતમાં જાણે ક્રાઈમ રેટ ઝડપથી વધી રહ્યો હોય તેમ જણાય છે જ્યાં જુઓ ત્યાં ચોરી, લુંટ-ફાટ, ઘરફોડ ચોરી, હત્યા, અપહરણ,ના કેસો વચ્ચે ચાણસ્મા શહેરમાં નવા ખોડીયાર માતાજીના મંદિર સામે આવેલી સોસાયટીના મકાન નં ૪ મા રહેતા પટેલ અમરતભાઈ મણિલાલ અને અન્ય એક મકાન માલીક પટેલ મનોજકુમાર કાંતિલાલ ના મકાનમાં ધોળા દાડે મુખ્ય દરવાજાનું તાળું તોડી તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો જે ઘટનાની જાણ ચાણસ્મા શહેરમાં થતાં ચકચાર મચી જવા પામી હતી પટેલ મનોજકુમાર કાંતિલાલ ના મકાનનું મુખ્ય દરવાજાનું તાળુ તોડી ઘરમાં રહેલો સામાન અસ્તવ્યસ્ત કર્યો છે પરંતુ સદનસીબે કંઈ ચોરી થવા પામી હતી જ્યારે અન્ય એક મકાન નંબર ચારમાં રહેતા પટેલ અમરતભાઈ ના મકાનમાં તસ્કરોએ પ્રવેશ કરી મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદરના બેડરૂમમાં રહેલ લાકડાની પેટીમાંથી અંદાજે સાડા ત્રણ લાખ રૂપિયા રોકડ અને ત્રણ સોનાની વીંટી ની તસ્કરી થવા પામી છે. ચાણસ્મા શહેરમાં ખોડીયાર માતાજીના મંદિર સામે આવેલી સોસાયટીમાં બે મકાનોને તસ્કરોએ નિશાન બનાવયા હતા જયવીર નગર સોસાયટીમાં મકાન નં ૪માં રહેતા મકાનમાલિક અમરતભાઈ પટેલ અને તેમના પત્ની તેમના વતન કમલીવાડા ગયાં હતાં જ્યારે તેમના પુત્રવધુ બજારમાં શાકભાજી અને વસ્તુની ખરીદી માટે ગયાં હતાં તે દરમિયાન ચોરીની ઘટના બની હતી જ્યારે મકાન માલિક પૌત્ર મૌનીશ અને તેના માતા બજારમાંથી ઘરે આવ્યા ત્યારે બહારના દરવાજાનો મુખ્ય તાળું તુટેલું જાેતા કંઈક અજુગતું બન્યાની શંકા જતા બાજુમાં રહેતા પાડોશીએ બૂમ પાડીને બોલાવ્યા હતા અને ઘરમાં જાેતા લાકડાનું કબાટ ખુલ્લું પડ્યું હતું.

