Gujarat

ચાલુ શૈક્ષણિક વર્ષ 2022 23 થી ભગવતી સિંહ હાઈસ્કૂલ ધોરાજીમાં ધોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહ ગ્રુપ એ અને બી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીની ઓ માટે શરૂ થાય છે

ચાલુ શૈક્ષણિક વર્ષ 2022 23 થી ભગવતી સિંહ હાઈસ્કૂલ ધોરાજીમાં ધોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહ ગ્રુપ એ અને બી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીની ઓ માટે શરૂ થાય છે તેથી ધોરાજી શહેર અને આસપાસના તમામ ગામોના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને આ સરકારી શાળામાં કોઈપણ ફી વગર વિજ્ઞાન પ્રવાહમાં દાખલ થવાની ઉત્તમ તક ઊભી થઈ
છે
ધોરાજી શહેર કે આસપાસ કોઈ સરકારી ગ્રાન્ટેડ શાળામાં વિજ્ઞાન પ્રવાહ ચાલતો ન હોવાથી વાલીઓએ ખૂબ જ વધુ ફી આપીને સેલ્ફ ફાઈનાન્સ શાળાઓમાં પ્રવેશ લેવો પડે છે તેથી પોતાના સંતાનોને વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરાવવા માંગતા  વાલીઓ માટે મોટા રાહતના સમાચાર છે આ શાળામાં 20 16 સુધી વિજ્ઞાન પ્રવાહ ચાલતો હતો તેથી ભૌતિક રસાયણ અને જીવવિજ્ઞાનની અધતન લેબોરેટરીઓ પણ છે પ્રવેશ મેળવનાર દરેક ધોરણના વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો યુનિફોર્મ ટીશર્ટ સ્કૂલબેગ લખવાની બુક કંપાસ શૈક્ષણિક કીટ પ્રવેસ સમયે વિનામુલ્યે આપવામાં આવે છે એ ઉપરાંત એ ઉપરાંત શિષ્યવ્રુતિઓ પણ આપવામાં આવે છે બહારગામથી અપડાઉન કરતા વિદ્યાર્થીઓ માટે પાસ ની કાર્યવાહી શાળામાં કરવામાં આવેછે શાળામાં સ્માર્ટ ક્લાસ રૂમ છે ધોરણ નવ અને 10 માં વોકેશન શિક્ષણ ના વર્ગો શરૂ થયેલ છે તેમજ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે વિશિષ્ટ શિક્ષણ ની નિમણૂક થયેલ છે શાળામાં વિજ્ઞાન પ્રવાહમાં બહારગામથી પ્રેવેસ મેળવનાર વિદ્યાર્થીઓકે વિધાર્થિનીઓ જેવો અપડાઉન કરી શકે તેમ ન હોય તો તેમના માટે હોસ્ટેલની વ્યવસ્થા માટે શાળા પ્રયત્ન કરી રહી છે આ તમામ ધોરણના વિદ્યાર્થીઓએ ખાસ વિજ્ઞાન પ્રવાહના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને સરકારશ્રીની મફત શિક્ષણની સુવિધાઓ નો મહત્તમ લાભ લેવા સર્વે વાલીઓ અને વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓને અનુરોધ છે
પત્રકાર રાજુભાઈ બગડા ધોરાજી

IMG-20220604-WA0005.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *