ગુન્હાઓ ડીટેક્ટ કરતી અમરેલી એલ.સી.બી. ટીમ
ગુન્હાઓની વિગતઃ-
(૧) ગઇ તા.૧૮/૦૯/૨૦૨૨ ની રાત્રિના અમરેલી તાલુકાના ચિત્તલ ગામે આદેશનગરમાં રહેતા નાથાભાઇ લક્ષ્મણભાઇ મીરોલીયા, ઉ.વ.૬૩ વાળા પોતાના પત્ની સાથે પોતાના રહેણાંક મકાનની ઓસરીમાં સુતા હતાં, તે વખતે ત્રણ અજાણ્યા આરોપી ઇસમોંએ ગુન્હાહિત કાવત્રુ રચી, લુંટ કરવાનો પોતાનો સમાન ઇરાદો પાર પડવા પ્રાણઘાતક હથિયાર ધારણ કરી, નાથાભાઇના રહેણાંક મકાને વંડી ટપી, ગુપ્ત ગ્રુહ અપપ્રવેશ કરી, લુંટ કરવા જતાં નાથાભાઇ તેમજ તેમના પત્ની જાગી જતાં. એક ઈસમે નાથાભાઇનું મોઢુ દબાવી, જાનથી મારી નાખાવાના ઇરાદે નાથાભાઇને માથાના ભાગે તથા ડાબા ખભાના ભાગે લોખંડની હથોડીના મરણતોલ ઘા મારેલ અને બીજા ઇસમે નાથાભાઇના પત્નીને ખાટલા ઉપરથી નીચે પછાડી, ઢસડી, તેમના શરીર આડેધડ માર મારી, હાથે ફ્રેક્ચરની ઇજા કરેલ, આ દરમ્યાનમાં નાશભાઇ તથા તેમના પત્નીએ રાડારાડ કરતાં, આ ત્રણ અજાણ્યા આરોપી ઇસમો લુંટ કર્યા વગર ભાગી ગયેલ. તે પહેલા રાત્રિ દરમ્યાન કોઈપણ સમયે ચિતલ ગામે અન્ય સાહેદોની એગ્રોની દુકાનમાંથી રોકડ રૂપીયા ૩૮,પ૦૦ તથા એલ.સી.ડી ટી.વી.તેમજ હાર્ડ ડીસ્ક ડી.વી.આર.ની ચોરી કરી તેજ બીજા સાહેદોના ગૈરેજની દુકાનમાં ચોરીની કોશીશ કરે, ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ હોય, જે અંગે નાથાભાઇ લક્ષ્મણભાઇ મીરાણીયાએ અજાણ્યા ત્રણ આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ આપતા અમરેલી રૂરલ પો.સ્ટે, એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૪૨૨૦૭૭૨/૨૦૧૨ આઇ.પી.સી. કલમ ૩૦૭, ૩૯૩, ૩૯૧, ૩૯૮, ૩૮૦, ૪૫૭, ૫૧૧, ૧૨૦બી, ૩૪, ૧૧૪ મુજબનો ગુન્હો રજી. થયેલ,
(૨) ગઇ તા.૩૧/૦૮/૨૦૨૨ ના રોજ રાત્રીના કોઇપણ સમયે કમલેશભાઇ બાબુભાઇ મીરોલીયા, રહે.ચિત્તલ વાળાના ઘરમાં કોઇ અજાણ્યા ચોર ઇસમોએ વંડી ટપીને મકાનના આંગણામાં પ્રવેશ કરી, ઘરના બે રૂમ તેમજ રસોડાના તાળા તોડી, ઘરમાં ગ્રુહઅપપ્રવેશ કરી, કબાટમાંથી કમલેશભાઇ મીરોલીયાની વાડીએ કામ કરતા મજુર કમલેશભ ઈ જતલાભાઇ વસુનીયાની પત્નીનો ચાંદીનો હાર, વજન આશરે ૫૦૦ ગ્રામ, કિ.રૂ.૨૭,૫૦૦/- તથા તેમના ઘરમાં આવેલ મંદીરમાંથી કૃષ્ણ ભગવાનની પીત્તળની મૂર્તિ, કિં.રૂ.૨૦૦૦/- ની ઘરફોડ યોરી કરી લઇ જઈ ગુનો કરેલ હોય જે અંગે કમલેશભાઇ વસુનીયાએ અજાણ્યા ચોર ઇસમો વિરૂધ્ધ ફરીયાદ આપતા અમરેલી રૂરલ પો.સ્ટે. એ. પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૪૨૨૦૮૬૫/૨૦૨૨, આઇ.પી.સી.કલમ ૩૮૦, ૪૭ મુજબનાં
ગુન્હો રજી. થયેલ,
ઉપરોક્ત ખુનની કોશિષ સાથે લુંટની કોશિષ તથા ઘરફોડ ચોરી જેવા ગંભીર ગુનાઓને અજાણ્યા આરોપીઓ દ્વારા અંજામ આપવામાં આવેલ હતાં.
ભાવનગર રેન્જ આઈ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા ગંભીર અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ આ પ્રકારના ગંભીર અનઊઁટેક્ટ ગુનાઓના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અમરેલી એલ.સી.બી.ને માર્ગદર્શન આપેલ હતું.
અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ.એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.બી.ટીમ દ્વારા અનીટેક્ટ ગંભીર ગુનાઓના અજાણ્યા આરોપીઓ અંગે સઘન તપાસ કરવામાં આવેલ. શકદારોને એક કરવામાં આવેલ. આ ગુનાઓના ફરિયાદી તેમજ ભોગ બનનારની પુછપરછ કરી, આરોપીઓના વર્ણન અંગે માહિતી મેળવી, આવા વર્ણન વાળા ઇસમો અને આ પ્રકારના ગુનાઓ કરવાની એમ.ઓ. ધરાવતા આરોપીઓ અંગે તપાસ કરવામાં આવેલ, અનીટેક્ટ ગુનાઓના આરોપીઓને પકડી પાડવાના સઘન પ્રયાસો દરમ્યાન બાતમી રાહે હકિકત મળેલ કે અમરેલી ઠેબી નદીના કાંઠે, ડેમ તરફ જવાના રસ્તે બે શંકાસ્પદ ઇસમો આંટાફેરા. મારે છે, અને કોઇ મિલ્કત વિરૂધ્ધનો ગુનો આચરવાની તૈયારીમાં છે, તેવી હકીકત મળતાં તુર્ત જ એલ.સી.બી. દ્વારા મળેલ મળેલ બાતમી આધારે વર્ણન વાળા બે ઇસમોને પકડી પાડી, તેમની અંગઝડતી કરતાં, તેમની પાસેથી ચોરીનો ચાંદીનો હાર તથા મોબાઇલ ફોન મળી આવેલ. પકડાયેલ ઇસમોની સઘન પુછપરછ કરતાં તેઓએ ઉપરોકત અનડીટેક્ટ ગુન્હાઓને અંજામ આપેલ હોવાની ચોંકાવનારી કબુલાત આપેલ હતી.
પકડાયેલ આરોપીની વિગતઃ-
(૧) કમલેશ દલુ સીંગાર, ઉ.વ.૨૫, રહે.ગામ- ઉદયગઢ, ઈન્દ્રા કોલોની, તા.જોબટ, જિ.અલીરાજપુર, મધ્યપ્રદેશ, હાલ રહે.શેડુભાર, ચંદુભાઇ બોદરની વાડીએ, તા.જિ.અમરેલી.
(૨) દીવાન રેમસિંહ મોહનીયા (મુએલ), ઉ.વ.૨૨, રહે.ગામ- ઉદયગઢ, હટુ ફળીયા, થાના- ઉદયગઢ, તા.જોબટ, જિ.અલીરાજપુર, મધ્યપ્રદેશ, હાલ રહે.શેડુભાર, વિઠ્ઠલભાઇ ગજેરાની વાડીએ તા.જિ.અમરેલી,
પકડાયેલ મુદ્દામાલઃ-
એક ચાંદીની હાર વજન આશરે ૪૯૮.૫૦૦ ગ્રામ જેની કિ.રૂ.૨૭,૫૦૦/- તથા મોબાઇલ ફોન નંગ કિ.રૂ.૧૫,૦૦૦/-મળી કુલ કિં.રૂ.૪૨,૫૦૦/- નો મુદ્દામાલ,
પકડાયેલ આરોપીઓએ અન્ય ગુનાઓની પણ કબુલાત આપેલઃ- પકડાયેલ બંને ઇસમોની સઘન પુછપરછ કરતાં, તેઓ નીચે મુજબના ગુનાઓ કરેલ હોવાની કબુલાત આપેલ છે.
(૧) આશરે ચાર-પાંચ મહિના પહેલા કમલેશ દલુ સીંગારએ પોતાના મિત્રો દીવાન રમસિંહ મોહનીયા (મુએલ)
તથા શેરૂ સીંગાર સાથે મળીને જામનગરના લાલપુર મુકામે માર્કેટની બાજુમાં આવેલ એક બિલ્ડીંગમાંથી ત્રણ
મોબાઇલ ફોન અને રોકડા રૂપીયા ચાલીસ હજારની ચોરી કરેલ.
(૨) આજથી આશરે એકાદ મહિના પહેલા કમલેશ દલુ સીંગાર તથા દીવાન રેમસિંહ મોહનીયા (મુએલ) નાઓએ શેરૂ સીંગાર સાથે મળી, રાજકોટના પડધરી ગામે એક વાડીમાંથી કાળા કલરના સ્પ્લેન્ડર મોટર સાયકલની ચોરી કરેલ. પછી તે મોટર સાયકલ ધરાઇ વાવડી ગામ પાસે છોડી દીધેલ અને ત્યાં વાડીએ એક ઝુંપડામાંથી મોબાઇલ
ફોનની ચોરી કરેલ
(૩) આજથી આશરે એક મહિના પહેલા દીવાન રેમસિંહ મોહીયાએ પોતાના મિત્રો કમલેશ દલુ સીંગાર અને શૈરૂ
સીંગાર સાથે મળીને ચિત્તલની બાજુમાં આવેલ ખીજડીયા ગામે એક વાડીમાં આવેલ ઓરડીના દરવાજા ખોલી એક મોબાઇલ ફોન તથા તેલના ડબ્બાની ચોરી કરેલ.
(૪) આજથી આશરે સાતેક મહિના પહેલા કમલેશ દલુ સીંગાર તથા દીવાન રેમસિંહ મોહનીયા (મુએલ) નાઓએ શેરૂ સીંગારસાથે મળી રાજકોટના આજીડેમ વિસ્તારમાં એક ઝુંપડામાંથી બે મોબાઇલ ફોન તથા સાડાપાંચ હજાર રૂપીયાની ચોરી કરેલા
(૫) ઉપરોક્ત બનાવના બે ત્રણ દિવસ પછી કમલેશ દલું સીંગાર તથા દીવાન રેમસિંહ મોહનીયા (મુએલ) નાઓએ શેરૂ સીંગાર સાથે મળી રાજકોટના કાલાવાડ ગામે એક વાડીમાંથી મોબાઇલ ફોનની ચોરી કરેલ.
(૬) ગયા ચોમાસાના સમય દરમ્યાન કમલેશ દલુ સીંગાર તથા દીવાન રેમસિંહ મોનીયા (મુએલ) નાઓએ શરૂ સીંગાર સાથે મળી,જામનગર બસ સ્ટેશનની બાજુમાં આવેલ ઝુંપડામાંથી ત્રણ મોબાઇલ ફોન અને રોકડા રૂપીયા પંદર હજારની ચોરી કરેલ હતી.
પકડાયેલ આરોપીઓ મધ્યપ્રદેશના હોય, ખેત મજુરી અને છુટક મજુરી કામ કરવા ગુજરાત રાજ્યમાં અલગ અલગ સ્થળોએ ફરતા હોય, તેઓએ ઉપરોક્ત ગુનાઓ સિવાય અગાઉ ગુજરાત રાજ્યમાં અન્ય કોઇ જગ્યાએ આ પ્રકારના ગુનાઓ કરેલ છે કે કેમ, તે અંગે તપાસ હાથ ધરવામાં આવેલ છે.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ,એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા અમરેલી એલ.સી.બી,ના એ.એસ.આઇ. મહેશભાઇ સરવૈયા, જાવિદભાઇ ચૌહાણ, હેડ કોન્સ. અજયભાઇ સોલંકી, સુખદેવભાઇ ગોંડલીયા, પો.કોન્સ. ઉદયભાઇ મેણીયા, મહેશભાઇ મુંધવા, સલીમભાઇ ભટ્ટી, રાહુલભાઈ ઢાપા દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


