Gujarat

ચૂંટણીના પડધમ સંભળાઈ રહ્યા છે ત્યારે  હવે તો અમારા વિસ્તારનું કામ કરો !  મેઘપર બોરીચી તેમજ કુંભારડીના લોકોનો ઉવાચ..

ગાંધીધામ:  અંજાર તાલુકાના મેઘપર બોરીચી તેમજ કુંભારડી વિસ્તાર કે જેમાં આદિપુર ગાંધીધામના મધ્યમ વર્ગીય લોકોએ લાખો રૂપિયાનું ધિરાણ મેળવી સોસાયટીઓમાં મકાનો ખરીદ્યા છે પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે આ વિસ્તારમાં પ્રાથમિક પ્રશ્નોના નિરાકરણ માટે તેઓ વર્ષોથી જજુમી રહ્યા છે, ત્યારે  તેનો ઉકેલ આવે તેવી માંગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ એસ. સી. વિભાગના કન્વીનર ગોવિંદ દનીચાએ કરી છે.
     શ્રી દનીચાએ અખબારી અહેવાલમાં જણાવ્યું હતું કે મેઘપર બોરિચિ તેમજ કુંભારડી ની કોલોનીઓમાં પાંચ હજાર થી વધુ વસ્તી ધરાવતો આ વિસ્તાર હોઈ   જેમાં ઘનશ્યામ નગર, પુષ્પ કોટેજ, ક્રિષ્ના  વિલા, ગોકુલધામ, ભક્તિનગર, આશાપુરા નગર, પારસ નગર ,તુલસી ધામ તેમજ ગોલ્ડન સિટી જેવી અનેક સોસાયટીઓ આવેલી છે .છેલ્લા બાર વર્ષથી ગટરની સુવિધાઓ નો અભાવ, સ્ટ્રીટ લાઈટ નો અભાવ, રમતગમત મેદાન કે બગીચા નો અભાવ છે.  આર.સી.સી. રોડ નું  નિર્માણ કરવામાં આવે છે તો માત્ર પંદર કે  વીસ    દિવસમાં   જ   ખખડ ધજ થઈ જાય છે. સમગ્ર વરસાદની ઋતુ દરમિયાન અને તે બાદ પણ વરસાદી પાણીના નિકાલના નાળાના અભાવે સતત માર્ગો પર અને કોલોનીઓ મા વહેતું પાણી અને એ ભરાયેલા પાણી થકી પ્રજાજનોને સતત આવતી દુર્ગંધ અને મચ્છરોના ત્રાસથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે . હવે તો લોકો માંદગીમાં પણ પટકાઈ રહ્યા છે.  પાણીના નિકાલ માટે આ વિસ્તારમાં અંડર ગ્રાઉન્ડ નાલો બનાવવાની ખૂબ જ જરૂર છે .
   શ્રી દનીચા એ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે આ વિસ્તારોમાં   ચોરી,  લૂંટ ,   ચીલ ઝડપ         તેમજ       અન્ય    અસામાજિક પ્રવૃત્તિઓ માં સતત વધારો થઈ રહ્યો છે જેનાથી સાંજ પછી મહિલાઓને બહાર નીકળવા માટે કે ખરીદી માટે બે વખત વિચારવું પડે છે.  અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા પોલીસ પેટ્રોલિંગ ખૂબ જ જરૂરી છે. લિલાશા કુટિયા પાસે હંગામી પોલીસ ચોકી છે પરંતુ તેનામાં સતત અલીગડી તાડાઓ લાગેલા દ્રશ્યમાન થાય છે .  ઠેર ઠેર પડેલા રસ્તામાં ખાડાઓના કારણે  સિનિયર સિટીઝનો ને અસ્થિભંગના બનાવો સામાન્ય બન્યા છે તો દ્વિચક્રી વાહન ચલાવવું પણ દુષ્કર થઈ ગયું છે. છેલ્લા બાર વર્ષથી આદિપુરથી આ વિસ્તારોમાં જવા- આવવા માટે સતત બંધ રહેતા ફાટક માટે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે પરંતુ હજુ સુધી ઓવર બ્રિજ કે અંદર બ્રિજની કામગીરીનો આરંભ થયો નથી. કોલેજ પાસે આ બ્રિજનું ત્વરિત નિર્માણ થાય તો લોકોને  મોટી રાહત મળે તેમ છે.  આ બ્રિજના નિર્માણ  માટે લોકો એ ના છુટકે જલદ આંદોલન કરવાનું મન મનાવી લીધું હોય તેમ લાગી રહ્યું છે.
       આથી આ વિસ્તાર માં રહેતાં મધ્યમ વર્ગી માણસો માટે માનવીય અભિગમ અપનાવી પ્રશાસન વહેલી તકે આ સમસ્યાઓનો સમાધાન લાવે તેવી માંગ  શ્રી દનીચા એ કરી છે.

IMG-20221003-WA0121.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *