Gujarat

ચેઈન અને મોબાઈલ સ્નેચીંગ કરતા ૩ ગુનેગારોને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યા

સુરત
મોજશોખ પૂરો કરવા ચેઈન અને મોબાઈલ સ્નેચીંગ કરતા રીઢા ત્રણ ગુનેગારોને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી એક મંગળસૂત્ર, સ્નેચીંગ કરેલા ૮ મોબાઈલ, તેમજ બે બાઈક કબજે કરી હતી. તેમજ પોલીસ તપાસમાં ૫ ગુનાના ભેદ ઉકેલાઈ જવા પામ્યા હતા સુરત શહેરમાં રસ્તે પસાર થતા રાહદારીઓને નિશાન બનાવી મોબાઈલ અને ચેઈન સ્નેચીંગ કરી બાઈકર્સ ફરાર થઇ જતા હતા. ત્યારે આવા જ ત્રણ રીઢા આરોપીઓને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યા છે. સુરત ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમ્યાન બાતમીના આધારે ઉધના ત્રણ રસ્તા પાસે ડીંડોલી જતા નવા રોડ પાસેથી ભાઠેના વાડીવાલા દરગાહ પાસે રહેતા ૪૦ વર્ષીય જમીલખાન ઉર્ફે જમીલ જંગલી અમીરખાન પઠાણ, ૨૧ વર્ષીય યાકુબ ઉર્ફે યાકુબ લોલીયા ઇનાયતખાન પઠાણ અને સલમાનખાન ઉર્ફે સલમાન લડ્ડુ અમજદખાન પઠાણને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ૪૮૦૦ રૂપિયાની કિમતનું તૂટેલું મંગળસૂત્ર, ૧.૧૦ લાખની કિમતના સ્નેચીગ કરેલા ૮ મોબાઈલ ફોન અને ૪૦ તેમજ ૮૦ હજારની કિમતની બે બાઈક કબજે કરી હતી. પોલીસ તપાસમાં મહિધરપુરા પોલીસ મથકમાં નોંધાયેલા ચેઈન સ્નેચીગ, ઉમરા પોલીસ મથકમાં નોધાયેલા બે મોબાઈલ સ્નેચીગ તેમજ પાલ પોલીસ મથકમાં નોંધાયેલા ચેઈન સ્નેચીંગ અને ખટોદરા પોલીસ મથકમાં નોંધાયેલા મોબાઈલ સ્નેચીગ મળી ૫ ગુનાના ભેદ ઉકેલાઈ ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, ઝડપાયેલો આરોપી જમીલ પઠાણ સલાબતપુરા, ખટોદરા, અઠવા, ઉધના પોલીસ મથકમાં મર્ડર, મારામારી, પ્રોહીબીશન, જુગારના ગુનામાં પકડાઈ ચુક્યો છે. આરોપી યાકુબ લોલીયા ઉધના, પુણા, ડીંડોલી, સલાબતપુરા, ખટોદરા પોલીસ મથકમાં ચેઈન, મોબાઈલ સ્નેચીગના ગુનામાં પકડાઈ ચુક્યો છે. તેમજ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે પાસા અટકાયત પણ થયા હતા. જયારે સલમાન અમજદ પઠાણ ખટોદરા પોલીસ મથકમાં મોબાઈલ ચોરીના ગુનામાં પકડાયો છે. આરોપીઓ મોજશોખ પુરા કરવા વહેલી સવારના અને રાત્રીના સમયે નંબર વગરની બાઈક પર નીકળી રાહદારીઓના મોબાઈલ તેમજ ચેઈન સ્નેચીગ કરવાની ટેવવાળા છે. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપીઓની ધરપકડ કરી આ મામલે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી છે.

File-01-Page-35.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *