Gujarat

ચેન્નાઈ સુપરકિંગ્સની ટીમ ૨ માર્ચથી સુરતમાં પ્રેક્ટિસ કરવા આવશે

સુરત
સુરતમાં પણ પીચ લાલ માટીની હોવાથી ચેન્નાઈની ટીમે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમની પસંદગી કરી છે. એસડીસીએના ક્રિકેટ સેક્રેટરી નૈમેશ દેસાઈએ જણાવ્યું હતું કે, મુશ્તાક અલી સહિતની કેટલીક ટૂર્નામેન્ટ આપણે ત્યાં રમાઈ ચુકી છે. એ ટૂર્નામેન્ટના ઘણા બધા ખેલાડીઓ ચેન્નાઈની ટીમમાં છે. ટૂર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓને મળેલી સુવિધાથી તેઓ ખૂબ જ સંતુષ્ટ હતા. એક કારણ એ પણ હતું કે, જેના લીધે ચેન્નાઇની ટીમે સુરતની પસંદગી કરી છે. થોડાક દિવસ પહેલા ચેન્નાઇ ટીમ મેનેજમેન્ટના સભ્યો સુરત આવ્યા હતા અને અહીં ગ્રાઉન્ડ તેમજ હોટેલ સહિતની સુવિધાઓની ચકાસણી કરી હતી. સુવિધાઓથી સંતુષ્ટ થયા બાદ જ મેનેજમેન્ટે સુરતની પસંદગી કરી હતી. બાયો બબલના કારણે કોઈ પણ વ્યક્તિ કે મીડિયા પર્સનને ગ્રાઉન્ડ પર જવાની પરવાનગી રહેશે નહીં. ચેન્નાઈની ટીમે સુરતની એક હોટેલમાં ૧૩૨ રૂમ બુક કર્યા છે. જ્યાં તેઓ બાયો બબલમાં રહેશે અને એડ શૂટ પણ કરશે. હોટેલનો ૫૦થી વધુ લોકોનો સ્ટાફ તા. ૨૬મીથી ક્વોરન્ટાઇન થઈ જશે. શરૂઆતના ૪ દિવસ ખેલાડીઓ પણ એકબીજાને નહીં મળી શકશે. ખેલાડીને કોરોનનો ચેપ ન લાગે તે માટે નેટ બોલર પણ ટીમ પોતાના જ લાવશે. બસ-ગુડ્‌સ કેરિયર પણ તેઓ સાથે લાવશે. ઈજા બાદ બાયો બબલમાં હોસ્પિટલ પહોંચી શકાય તે માટે હોસ્પિ. સુધી ગ્રીન કોરિડોર બનાવાશે.ટીમનું એડશૂટ પણ હોટેલમાં જ થશે. મુખ્ય ગ્રાઉન્ડ પર બે પિચ અપાશે. ૧ એમ્બ્યુલન્સ કામય ઊભી રહેશે. બોલિંગ મશીન પણ અપાશે. લાલ માટીની પિચ બનાવવા એક વર્ષ પહેલા ૧૦ લાખની માટી મુંબઈથી લવાઈ હતી. ૫૦ બાઉન્સર્સ-પોલીસ સુરક્ષા આપશે. કોઈ ખેલાડીને ચેપ ન લાગે તે માટે ૨૬ તારીખથી હોટેલનો ૫૦થી વધુ લોકોનો સ્ટાફ ક્વોરન્ટાઇન થઈ જશે. હોટેલથી ગ્રાઉન્ડ સુધી ખેલાડીઓને પોલીસની ટીમ સ્કવોડ કરશે. સ્થળે-સ્થળે પોલીસ વ્યવસ્થા ગોઠવાશે. ગ્રાઉન્ડ ઉપર બેરિકેડિંગ કરાશે. ખેલાડીઓ હોટેલમાં જ ઇન્ડોર ગેમ્સ રમી શકશે તેઓ પણ બહાર નહીં જઈ શકશે. પહેલીવાર કોઈ મોટી ટીમ ૨૧ દિવસ સુધી સુરતમાં રહેશે. અગાઉ સુરતમાં મહિલાઓની ૫ ઇન્ટરનેશનલ મેચોની ટી-૨૦ સિરીઝ રમાઈ હતી.આઈપીએલ-૨૦૨૨માં ભાગ લેતા પહેલા ચેન્નાઈ સુપરકિંગ્સની ટીમ તા. ૨જી માર્ચથી સુરતમાં પ્રેક્ટિસ કરવા માટે આવશે. સુરત પહોંચ્યા બાદ ટીમ સેલ્ફ ક્વોરન્ટાઇન રહેશે અને ત્યારબાદ બાયો બબલમાં સવારે ૧૧થી ૩ જિમ એક્ટિવિટી કરશે અને ત્યારબાદ સાંજે ૫થી રાત્રે ૧૦ વાગ્યા દરમિયાન ફ્લડ લાઇટમાં ૨૧ માર્ચ સુધી નેટ પ્રેક્ટિસની સાથે સાથે ટીમ બનાવીને અભ્યાસ મેચ રમશે. જાેકે, બાયો બબલ હોવાથી કોઈપણ વ્યક્તિ મેદાનમાં જઈ શકશે નહીં. ઉલ્લેખનીય છે કે, ૈંઁન્ની લીગ મેચો મુંબઈના મેદાન પર રમાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *