Gujarat

ચોરીની તપાસ કરવા ગયેલા આરપીએફનું ટ્રેનની અડફેટે મોત

નવસારી
૩૭ વર્ષીય જવાન હર્ષદ પટેલ વેડછા ગામ પાસે રેલવે ટ્રેક પર ચોરી અંગે તપાસ કરી રહ્યા હતા. આ દરમિયાન એક ટ્રેક પરથી કાળ બની ધસમસતી આવેલી કિસાન સ્પેશ્યલ ટ્રેને હર્ષદ ટંડેલને અડફેટે લીધો હતો. જેથી તેમનું સ્થળ પર જ મોત થયું હતું. આ અકસ્માતની જાણ રેલવેના પાયલોટે નજીકના નવસારી રેલવે સ્ટેશન પર કરી હતી. આરપીએફ કોન્સ્ટેબલ હર્ષદ પટેલના પરિવારમાં પત્ની અને એક ૧૩ વર્ષ અને એક ૭ વર્ષનો પુત્ર છે. જેમના માંથેથી પિતાની છત્ર છાયા રહી નથી. આરપીએફ નોકરીમાં યુવાનને ૧૬ વર્ષ થયાં હતાં. હાલમાં હર્ષદ પટેલની નવસારી રેલવે સ્ટેશનથી અન્ય સ્ટેશને બદલી થવાની તૈયારી હતી ત્યારે આ કરૂણાંતિકા બનતા પરિવાર પર જાણે આભ તૂટી પડયો છે. રેલવેમાં કામ કરતા તમામ કર્મચારીઓને ડિપાર્ટમેન્ટ દ્વારા સાવચેતીને લગતી તમામ સૂચનાઓ આપવામાં આવતી જ હોય છે પરંતુ ક્યારેક કાળ આગળ તમામ લાચાર હોય તેમ યુવાન કોન્સ્ટેબલ ટ્રેનની અડફેટે આવ્યા બાદ મોતને ભેટ્યા છે.

Death-by-special-train.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *