વિક્રમસિંહજાડેજા.ચોટીલા
બુધવાર.
ચોટીલા સહિત ગુજરાતભરમાં ગરમીનો પારો સતત દિવસેને દિવસે વધતો જાય છે ત્યારે આવી કાળઝાળ ગરમીમાં ચોટીલા ચામુંડા માતાજીના દર્શન માટે આવતા યાત્રિકોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.
હાલ 42 જેટલી ડિગ્રી તાપમાન ચાલી રહ્યું છે જેના કારણે જનજીવન પર ઘણી અસર સામે પડી છે અને લોકો કામ વિના ઘરની બહાર જવાનું પણ ટાળતા હોય છે જેને લઈને સુપ્રસિદ્ધ એવા ચોટીલા શહેરમાં બિરાજતા ચામુંડા માતાજી ના દર્શમ માટે સૌરાષ્ટ્ર સહિત ગુજરાત અને અનેક રાજ્યો માંથી માતાજીના ચરણે શીશ ઝુકાવવા માટે આવતા હોય છે પરંતુ હાલ પડતી અસહ્ય ગરમીના કારણે યાત્રિકોની સંખ્યામા પણ ઘટાડો જોવા મળતા ડુંગર તળેટીમાં આવેલ બજારો સુમસામ થવા પામી હતી અને વેપારીઓ પણ ગરમીના કારણે નિરાશા થયા હતા..
રિપોર્ટર.વિક્રમસિંહ જાડેજા.ચોટીલા


