Gujarat

છેલ્લા સાત માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ઝોઝ  

ધમેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર,તથા કે.એચ. સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જિલ્લામાં ગુન્હા કરી નાસતા ફરતા પકડવાના બાકી હોય તેવા જીલ્લા તેમજ જિલ્લા બહારનાં આરોપીઓની ઘરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ તમામ થાણા અમલદાર નાઓને સુચના કરેલ હોય પોલીસ સ્ટેશનમા નોધાયેલ ગુન્હાઓમા પકડવાના બાકી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પડવા સતત પ્રયત્નશીલ રહી હ્યુમન ઇન્ટેલિજન્સ ની મદદથી નાસતા ફરતા આરોપી બાબતે ચોક્કસ અને સચોટ માહીતી મેળવી ઝોઝ પોલીસ સ્ટેશન એ.પાર્ટ ગુ.૨.નં. ગુ.૨.ના ૧૧૧૮૪૦૧૨૨૨૦૨૬૬૦/૨૦૨૨ ઇ.પી.કો-કલમ- ૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯,૪૨૭,૩૯૫,૪૪૭,૪૬૧,૫૦૪,૫૦૬(૨) તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામે નાસ્તા ફરતા આરોપી નામે મોતીયાભાઇ ચોકલાભાઇ રાઠવા ઉ.વ.૪૯ રહે.મીઠીબોર પટેલ ફળીયા તા.જી.છોટાઉદેપુર નાઓને તારીખ.૨૫/૧૨/૨૦૨૨ ના રોજ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

IMG-20221225-WA0013.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *