રાજ્યમાં વધી રહેલા બાઈક ચોરીના બનાવો ઉપર અંકુશ મેળવવા અને ગુનાખોરીને ડામવા ગુજરાત પોલીસે બીડું ઝડપ્યું છે,અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સતત આવા ગુનાઓને ડામવા અને ઝડપી પાડવાના આદેશ મુજબ છોટાઉદેપુર અને વડોદરા જિલ્લા પોલીસે સંયુક્ત ઓપરેશન કરી બાઈક ચોર ગેંગના ત્રણ સાગરીતોને ઝડપી ચોરીની 34 બાઈકસ રિકવર કરી 15,17,000/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં સફળતા મળી છે,છોટાઉદેપુર અને વડોદરા LCB પોલીસે સંયુક્ત રીતે હાથ ધરેલા આ ઓપરેશનમાં SOG અને પેરોલફર્લો સ્ક્વોડના પોલીસ સ્ટાફને સાથે રાખી સરહદી ગ્રામ્ય વિસ્તારમાં હાથ ધરેલા સઘન ચેકીંગ દરમિયાન બાતમી આધારે કદવાલ પોલીસ મથકના સટુન ગામ પાસે નાકાબંધી કરી કોલી ગામના બકલા ઉર્ફે સુમલા તુલસી નાયક અને મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કુસિયા રમેશ નાયક ને ચોરીની અપાચે બાઈક સાથે ઝડપ્યા હતા ,તપાસ દરમિયાન બાઈક કદવાલ પોલીસ મથક હદમાં ચોરી થયેલ હોવાનું સામે આવતા પોલીસે ઘનિષ્ટ પૂછપરછ દરમિયાન રાજ્ય વ્યાપી બાઈક ચોરીનો પર્દાફાશ થયો હતો,છોટાઉદેપુર અને વડોદરા ગ્રામ્ય LCB એ અન્ય પોલીસ વિભાગની મદદથી મોટી ટીમ બનાવી સર્ચ ઓપરેશન હાથ ધરતા ગુજરાત અને મધ્યપ્રદેશ માંથી ચોરીની 33બાઈક સાથે બાઈક ચોર ગેંગના વધુ એક સાગરીત ધડાગામના પિન્ટુ નાના રાઠવાને પણ ઝડપી પાડ્યો હતો,રિકવર કરાયેલ બાઈકસ છોટાઉદેપુર સહિત સુરત શહેર ,સુરત ગ્રામ્ય ,ભરૂચ, અંકલેશ્વર,પંચમહાલ અને દાહોદ જિલ્લામાંથી ચોરી થયાના બાઈક ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે,પોલીસે CRPC 41(1)D મુજબ ત્રણેયની અટકાયત કરી કદવાલ પોલીસને સુપ્રત કર્યા છે ,સાથે આ બાઈક ચોરી ગેંગમા સામેલ અને પકડવાના બાકી એવા મધ્યપ્રદેશના વધુ 4 આરોપીઓની શોધખોળ હાથ ધરી છે,બાઈક ચોર ગેંગના ઝડપાયેલા ત્રણેય લબરમૂંછીયા આરોપીઓ પાસેથી મળેલ હકીકત મુજબ લોક કર્યા વિના મુકેલી મોંઘી મોટર સાયકલોને તેઓ ડાયરેકટ કરી લઈ જતા અને મધ્યપ્રદેશમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાના કામમાં ઉપયોગમાં લેતા અને ત્યારબાદ નજીવી કિંમતે ચોરીની બાઇકને મધ્યપ્રદેશમાં વેચી દેતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


