Gujarat

છોટાઉદેપુર ઓલ્ડ પેલેસ કમ્પાઉન્ડ ખાતે બુથ પ્રમુખ તેમજ નવા ચૂંટાયેલા ધારાસભ્યોના સન્માન સમારોહનો કાર્યક્રમ યોજાયો

છોટા ઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા આજરોજ જિલ્લાના ત્રણ ધારાસભ્ય તેમજ સૌથી વધુ મતદાન કરાવનાર બુથ પ્રમુખ અને તાલુકાના પ્રમુખ મહામંત્રી સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
હાલમાં જ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવીને છોટા ઉદેપુર જિલ્લાની ત્રણે બેઠકો ભાજપે કબજે કરી લીધી હતી. આ ચૂંટણીમાં વિજેતા બનેલા ત્રણે ધારાસભ્યો અભેસિંહ તડવી, જયંતિ રાઠવા અને રાજેન્દ્ર રાઠવાનું સન્માન પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજીના હસ્તે કરવામાં આવ્યું હતું. સાથે સાથે જિલ્લાની ત્રણે વિધાનસભામાં સૌથી વધુ મતદાન કરાવનાર અને તાલુકા ભાજપના પ્રમુખ અને મહામંત્રી સહિત કુલ 35 જણાનું સન્માન પ્રભારી રત્નાકર અને ભાર્ગવ ભટ્ટના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રત્નાકરે જણાવ્યું કે, આ જીત કાર્યકરો અને બુથ અને પેજ પ્રમુખોની છે અને આ કોઈ બેઠકના ધારાસભ્ય નથી, પરંતુ જિલ્લાના ધારાસભ્ય છે. જિલ્લાના કોઈપણ ગામ અને કાર્યકરનું કામ કરશે.
આ પ્રસંગે ભાર્ગવ ભટ્ટે જણાવ્યું હતું કે, જિલ્લાના ત્રણે ધારાસભ્યો મુખ્યમંત્રી જેટલા જ સક્ષમ છે અને અમારા દરેક ધારાસભ્યનું વજન મુખ્યમંત્રી જેટલુ જ છે. પ્રત્યેક ધારાસભ્યના સૂચનો એ રીતે જ પહોચી રહ્યા છે. એટલે પ્રધાન મંડળમાં સામેલ થવું કે ન થવું એ વ્યવસ્થાનો એક ભાગ છે. હું છોટા ઉદેપુરની જનતાને કહેવા માંગુ છું કે, તમારી પાસે જિલ્લાની રખેવાળી કરવાવાળા ત્રણ ત્રણ મુખ્યમંત્રીઓ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20221222-184326_Divya-Bhaskar.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *