છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોએ તા. ૨૫/૦૪/૨૦૨૨થી ૩૦/૦૪/૨૦૨૨ સુધીમાં ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે.
છોટાઉદેપુર: તા. ૨૩:
ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લિમીટેડ દ્વારા પ્રાઇઝ સપોર્ટ સ્કીમ હેઠળ ટેકાના ભાવે તુવેરની ખરીદ કરવામાં આવશે. જે અંતર્ગત તા. ૨૫/૦૪/૨૦૨૨થી તા. ૩૦/૦૪/૨૦૨૨સુધી કુલ-૦૬ દિવસ માટે પ્રાઇઝ સપોર્ટ સ્કીમ પોર્ટલ ખુલ્લું મુકવામાં આવનાર છે.
છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો કે જેઓ પોતાની તુવેરની જણસ ટેકાના ભાવે વેચવા માંગતા હોય તેમણે તા. ૨૫/૦૪/૨૦૨૨થી તા. ૩૦/૦૪/૨૦૨૨ દરમિયાન ઓનલાઇન નોંધણી કરાવી લેવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારી, છોટાઉદેપુર તરફથી જણાવાયું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
