Gujarat

છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકાઓમાં 18 હજાર હેક્ટર જમીનમાં ડાંગરના પાકનું ધૂમ વાવેતર પાવીજેતપુર અને છોટાઉદેપુર તાલુકામાં સૌથી વધુ ડાંગરની વાવણી થાય છે આદિવાસી વિસ્તારમાં ખેતીનું ધાણ ઘરે ખાવા માટેની પ્રણાલીકા છે 

છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે જેમાં છ તાલુકા આવેલા છે ડાંગર નાં પાકનું ખેડૂતોએ મબલખ વાવેતર કર્યું છે અને આ વર્ષે સારો વરસાદ હોવાથી ડાંગર નું મબલખ ઉત્પાદન થવાની આસા છે સાથે સાથે ડાંગર નાં ધરું ઉપર ડાંગર લાગવાની શરૂઆત થઈ ગઈ છે અને આદિવાસી વિસ્તારમાં લાલ કલરના દેશી ચોખા ખાવાની પ્રણાલીકા છે જેના કારણે દેશી ડાંગરનું વાવેતર થાય છે સાથે જ આ વર્ષે ખેડૂતો ને ચોખા વેચાતા લેવાની જરૂરિયાત ઊભી નહીં થાય આ વર્ષે ડાંગરના પાકથી ખેતરો લીલાછમ બન્યા છે અને ખેડૂતોમાં ડાંગરની ખેતી સારી થવાની આશા હોવાથી તેવો પણ ખુશ છે
ફોટો લાઈન :- છોટાઉદેપુર તાલુકામાં ડાંગરનાં વાવેતરથી ખેતરો લીલીછમ બન્યા છે તેની તસ્વીર
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220927-WA0063.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *