રાજયના ૨૦થી વધુ જિલ્લામાં પશુધનમાં લમ્પી સ્કિન ડીસીઝ નામનો રોગ જોવા મળી રહ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના પશુપાલન વિભાગ દ્વારા જિલ્લાના પશુપાલકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે જો પશુઓમાં આ રોગના લક્ષણો જણાય તો તાતકાલિક નજીક પશુ ચિકિત્સાલયના ચિકિત્સકો અથવા ૧૯૬૨ પર તાતકાલિક જાણ કરવા અનુરોધ કરાયો છે.
પશુપાલન વિભાગ તરફથી મળતી વિગતો મુજબ ગાય ભેંસોમાં ગાંઠદાર ત્વચા રોગ રાજયના વીસથી વધુ જિલ્લામાં જોવા મળી રહ્યો છે. જેના સામાન્ય લક્ષણો સામાન્ય તાવ આવવો, આંખ નાકમાંથી પ્રવાહી આવે, મોંઢામાંથી લાઇ પડવી, આખા શરીર પર ગાંઠો જેવા નરમ ફોલ્લા થવા, દુધ ઉત્પાદન ઘટવું ખાવાનું બંધ કરે કે ખાવામાં તકલીફ પડે જેવા લક્ષણો જોવા મળે છે. આ ઉપરાંત સમયસર સારવાર ન મળે તો ગાભણ પશુઓ તરવાઇ જવાની શકયતા રહે છે તથા અમુક કિસ્સામાં પશુ મરણ પણ પામે છે.
આ રોગ મુખ્યત્વે કેપ્રી પોકસ નામના વાયરસથી થતો રોગ છે. મચ્છર, માખી, જુ, ઇતરડી વગેરે દ્વારા તથા સીધો સંપર્ક, દુષિત ખોરાક અને દુષિત પાણીથી ફેલાતો રોગ છે. આ રોગમાં મૃત્યુદર ઓછો છે પરંતુ સંક્રમણ દર વધુ છે.
છોટાઉદેપુર જિલ્લામાં જો કોઇ પશુમાં ઉપર્યુકત લક્ષણો જોવા મળે તો પશુમાલિકોએ છોટાઉદેપુર તાલુકાના પશુચિકિત્સક ડૉ. કૃષ્ણકાંત રાઠવા મોબાઇલ નં. ૯૬૩૮૨ ૨૧૮૦૨, બોડેલી તાલુકાના પશુચિકિત્સક ડૉ. અર્પણ પંચાલ મોબાઇલ નં. ૯૬૨૪૬ ૬૪૬૦૪, સંખેડા તાલુકાના પશુ ચિકિત્સક ડૉ. હાર્દિક ચાવડા મોબાઇલ નં. ૯૯૦૪૪ ૯૨૨૦૯, નસવાડી તાલુકાના પશુ ચિકિત્સક ડૉ. નિરવ પ્રજાપતિ મોબાઇલ નં. ૯૫૮૬૭ ૯૯૩૯૨, પાવી જેતપુર તાલુકાના પશુ ચિકિત્સક ડૉ. નેહલ રાઠવા મોબાઇલ નં. ૮૧૪૧૬ ૩૧૩૦૪ અને કવાંટ તાલુકાના પશુચિકિત્સક ડૉ. જયેશ પંચાલ મોબાઇલ નં. ૯૪૨૯૧ ૪૬૮૯૪ ઉપર સંપર્ક કરવા માટે નાયબ પશુપાલન નિયામક વિક્રાંત ગરાસીયા તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
