Gujarat

છોટાઉદેપુર જિલ્લાના પોલીસ કર્મી અને તેની પત્ની એ ઝેરી દવા પી ને આત્મહત્યા કર્યાની ઘટના સામે આવી છે,

 છોટાઉદેપુર જિલ્લાના  સંખેડા તાલુકાના વાસણા આઉટ પોસ્ટમાં ફરજ બજાવતા પોલીસ કર્મી ભરતભાઈ  ભરવાડ અને તેની પત્ની મેનાબેન ભરવાડે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી છે,નસવાડી ટાઉનના ભરવાડ વાસમાં પોતાના નિવાસ સ્થાને   આજે સવારે ઝેરી દવા ગટગટાવતા બંને ની તબિયત લથડતા બોડેલીના ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યા ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યા હતા, ઘટનાની જાણ થતા નસવાડી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે,પોલીસ ની પ્રાથમિક તપાસમાં ગૃહ ક્લેશ ને લઈ દંપતિ એ આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.પોલીસ કર્મીએ  પત્ની સાથે આત્મહત્યા કરતા 6 પુત્રી અને એક પુત્ર મળી તમામ 7 સંતાનો અનાથ બન્યા છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

919601369132_status_fc0e18ad2f624ceb99da0364596274c9.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *